રાજકોટ
રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા વિનાયક મોબાઈલ સહિત ૬ દુકાનોમાં કસ્ટમ વિભાગે દરોડા પાડ્યા છે. કસ્ટમ વિભાગના દરોડાના પગલે અન્ય મોબાઈલના ધંધાર્થીઓ દુકાનો બંધ કરી જતા રહ્યા હતા. અચાનક કસ્ટમ વિભાગની ટીમે દરોડા પાડતા શહેરમાં મોબાઈલનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. યાજ્ઞીક રોડ પર આવેલી મોબાઈલની ૬ દુકાનોને અંદરથી બંધ કરી કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. જેમાં નવા મોબાઈલની ખરીદીના બિલ, વેચાણ કરેલા મોબાઈલના બિલ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.રાજકોટના યાજ્ઞીક રોડ પર મોબાઈલની દુકાનો ધરાવનાર વેપારીઓ પર કસ્ટમ વિભાગના દરોડા પડ્યા છે. સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલ વગરના મોંઘા મોબાઈલના વેચાણને લઈને ૬ મોબાઈલની ૬ દુકાનમાં તપાસ હાથ ધરાઈ છે. જેમાં ટેક્સચોરી પકડાવાની પણ શક્યતા છે.
