Gujarat

રાજકોટમાં મંત્રી પ્રદીપ પરમારના અધ્યક્ષસ્થાને લાભાર્થીને સહાય

રાજકોટ
રાજકોટમાં શિમલા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં અને રાજ્યમંત્રી પ્રદીપ પરમારના અધ્યક્ષસ્થાને શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે જિલ્લાનો ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં કુલ ૧ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરાયું હતું. જ્યાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, પ્રધામંત્રીના નેતૃત્વમાં જનધન યોજના, ઉજ્જવલા યોજના, આવાસ યોજના વગેરે જેવી જનકલ્યાણની યોજનાઓ થકી જરૂરિયાતમંદ લાભાર્થીઓના જીવનની સુખાકારીમાં વધારો થયો છે. સાથોસાથ તેઓ આર્ત્મનિભર બની, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની આગળ વધે તે માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે. મંત્રી પ્રદીપ પરમારે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમને મળેલ યોજનાઓ અંગે માહિતી મેળવી મળવાપાત્ર અન્ય યોજનાઓનો લાભ લેવા તેમજ અન્યને પણ આ લાભ અપાવવા અપીલ કરી હતી. ત્યારબાદ વિવિધ લાભાર્થીઓને ચેક તેમજ કીટનું વિતરણ તથા આઈ.સી.ડી.એસ. યોજનાના નિમણુંક પત્રોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *