Gujarat

રાજકોટમાં મધુરમ કન્સ્ટ્રકશને એક જ દિવસે ૧૦ બિલ મુક્યા બંધા મંજૂર

રાજકોટ
મધુરમ કન્સ્ટ્રક્શનને ઈસ્ટ ઝોનના ઉપરી અધિકારી સાથે તો સાંઠગાંઠ હતી પણ આ સાંઠગાંઠની ભલામણ તેને વેસ્ટ ઝોનમાં પણ એટલી જ કામ આવતી હોવાનું ખુલ્યું છે. કારણ કે વેસ્ટ ઝોનમાં એક બે નહીં પણ ૧૦-૧૦ બિલ એકસાથે મુકાય તો પણ તે બધા તે જ તારીખે સહી કરીને એકસાથે મંજૂર થઈ બધાના પેમેન્ટ ૧૦ દિવસની અંદર કરી દેવાતા હતા. મધુરમ કન્સ્ટ્રક્શનને ૫ ડિસેમ્બર ૨૦૨૦ની તારીખે ૧૦ બિલ મુક્યા હતા. વેસ્ટ ઝોનના ‘કામઢા’ ઈજનેરોના હાથમાં આ બિલ આવતા મદદનીશ ઈજનેર, ડેપ્યુટી ઈજનેર, સિટી ઈજનેર તમામની સહી થઈ ગઈ હતી. ત્યારબાદ નવા બ્રાંચ બિલ કે વાઉચર બનાવાય છે અને ૧૪૬૪થી ૧૪૭૩ સુધીની સિરીઝના એકસાથે બની ગયા જેની કુલ કિંમત ૧૭.૫૭ લાખ જેટલી થાય છે. આ તમામ એકસાથે ઓડિટમાં મોકલી દેવાયા હતા. પ્રિ-ઓડિટમાં મોકલી દીધા બાદ એકાઉન્ટ શાખામાં પહોંચ્યા હતા અને ત્યાં એક જ દિવસમા બધાના ચેક બની ગયા હતા અને એજન્સીને ચૂકવણું થઈ ગયું હતું. સૌથી મોટી બાબત એ છે કે એક જ એજન્સી પાસે આ તે કેવો વહાલ હતો કે તે બિલ મૂકે એટલે તે ગમે તેટલા હોય તો પણ ઝડપથી મંજૂર થઈ જાય. બીજી તરફ ઉપરી અધિકારીઓની આ જ માનીતી એજન્સીના જ કર્મચારીઓ મનપાના ઈજનેરના આપઘાતના કેસમાં આરોપી બન્યા છે.મહાનગરપાલિકાના ઈજનેર પરેશ જાેશીના આપઘાતમાં બિલની ચૂકવણીનો મુદ્દો હતો જેનાથી તેને ત્રાસ અપાતો હતો. આ મામલે તપાસ કરાતાં જાેવા મળ્યું હતું કે આપઘાતમાં સંડોવાયેલા આરોપીઓ જે એજન્સીમાં કામ કરતા તે મધુરમ કન્સ્ટ્રક્શનના બિલ ઝડપથી મંજૂર થતા અને સૌથી પહેલા તેનો વારો આવે એટલે બિલ ઈનવર્ડ કરવાની પણ પધ્ધતિ અનુસરાતી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *