Gujarat

રાજકોટમાં મહિલા ઘરનો રસ્તો ભૂલી જતા ૧૮૧એ ઘર શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટ
મહારાષ્ટ્રથી એક પરિવાર કામ માટે ચાર દિવસ પહેલા રાજકોટ આવ્યો છે. પરંતુ રાત્રિના પતિ મારકૂટ કરતા પત્ની ઘરેથી નીકળી ગઈ હતી. બાદમાં રાજકોટમાં ભૂલી પડતા જાગૃત નાગરિકે ૧૮૧ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. ૧૮૧ની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમના ઘરની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં શ્રમિકોના ઘરોની તપાસ કરતા મહિલાનો પરિવાર મળી આવ્ય હતો અને તેમની સાથે મિલન કરાવ્યું હતું. રાત્રિના ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે, પરપ્રાંતીય મહિલાને પતિ મારકૂટ કરતા ઘરેથી નીકળી ગઈ છે. બાદમાં ઘરનું એડ્રેસ ભૂલી જતાં મહિલા રડતી હાલતમાં મળી આવી છે. ઘટનાની જાણ થતાં તુરંત ૧૮૧ અભયમ આજીડેમ લોકેશનની ટીમનાં કાઉન્સેલર ભારતીબેન પરમાર, મહિલા કોન્સ્ટેબલ ડિમ્પલબેન જાેષી, પાઇલોટ ભાનુબેન મઢવી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર ઘટના અંગે પીડિતાએ જણાવ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રથી કામ માટે રાજકોટ આવ્યા હતા. રાજકોટ આવ્યાનાં માત્ર ચાર જ દિવસ થયા છે. બે દિવસથી પતિ સતત નશાની હાલતમાં જ રહે છે. મારકૂટ કરતા હોવાથી બીકના લીધે ઘરેથી ભાગી ગુરુપ્રસાદ ચોક સુધી આવી ગઈ હતી. ત્યારબાદ ૧૮૧ અભયમ ટીમ દ્વારા અનેક શ્રમિકોના રહેણાંક સ્થળે તપાસ કરી મહિલાની સાથે રહી તેના રહેણાંક સ્થળને શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ને ધ્યાને લઇ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોટલ, હોસ્પિટલ, સ્કૂલ, માર્કેટ, સરકારી કચેરીઓ અને સ્વચ્છ રેસિડેન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા તથા સ્વચ્છ વોર્ડ વગેરે જુદી જુદી કેટેગરીમાં નવેમ્બર-૨૨થી ડીસેમ્બર-૨૨ સુધી સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ, મેન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા. સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધામાં વિજેતાઓને એવોર્ડ વિતરણ સમારોહ ડે.મેયર અને ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં સ્પર્ધાના વિજેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “સુશાસન સપ્તાહઃ પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. આ વર્કશોપમાં તંત્રની સિદ્ધિ તથા જાહેર હિત માટેની નવતર પહેલની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મદદનીશ નિયામક રોજગાર વિભાગ દ્વારા સૈન્ય ભરતીમાં સૌરાષ્ટ્રના ઉમેદવારોની ભાગીદારી તેમજ અનુબંધન પોર્ટલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં ક્લેકટર અરુણ મહેશ બાબુએ વહીવટી તંત્રની પ્રસંશનીય કામગીરીને વર્ણવી હતી. તેમજ વિઝન ફોર ઇન્ડિયા- ૨૦૪૭ની સફળતા માટે ગ્રામ્ય કક્ષાએ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી લોકભોગ્ય વહીવટ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ સાથે ‘મીનીમમ ગવર્ન્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ’ની થીયરીને અમલમાં મૂકી તમામ વિભાગો ગામડાંઓના વિકાસ તરફ વિશેષ ધ્યાન આપવા અને ગામડાંઓમાં આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ડિજિટલ સેવાસેતુ, ગ્રામસભા-રાત્રિસભા સહિતની પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસ હાથ ધરવા જણાવાયું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિવિધ સરકારી વિભાગો કામગીરીમાં પારદર્શકતા લાવીને તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા વિચારો થકી નવા કાર્યોનું અમલીકરણ પ્રજા કલ્યાણ માટે કરે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *