Gujarat

રાજકોટમાં રસ્તો પહોળો કરવા ૧૨૦ મિલકત કપાતમાં જશે

રાજકોટ
રાજકોટના હાર્દસમા અને ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. આનાથી લોકોને અગવડ ન પડે એ માટે અહીં કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જાેડતા અવધ રોડ સુધી ૫ કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ ૩૦ મીટર છે, જેમાં ૧૫ મીટરનો વધારો કરી ૪૫ મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે. ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે હાલ કેકેવી હોલ ખાતે બ્રિજ ઉપર બ્રિજની કામગીરી સમયસર પૂર્ણ કરવા કોન્ટ્રક્ટરને સૂચના અપાઈ છે. આ બ્રિજ બનવાથી પણ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. ડબલ ડેકર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ રાજકોટના કાલાવડ રોડને પહોળો કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે કપાત મિલકતધારકોને નોટિસ પણ આપવામાં આવી છે અને વાંધા અરજી માટે સમય પણ આપવામાં આવ્યો છે. મેયરે વધુમાં જણાવ્યું હતું કે એક બેઠક કર્યા બાદ ફરી વખત વાંધા અરજી અને હિયરિંગ માટે આવનારા દિવસોમાં બેઠક કરવામાં આવશે. રોડની પહોળાઇ વધારવામાં લગભગ ૧૨૦થી વધુ મિલકતો કપાતમાં થશે, જેને વૈકલ્પિક જગ્યા આપવી, વધારાની હ્લજીૈં આપવી અથવા રોકડ સહિત વળતરના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. મોટામવાથી અવધ રોડ સુધીનો રસ્તો હાલ ૩૦ મીટરનો છે. સિક્સલેન બનાવવા માટે ૪૫ મીટર પહોળો કરવામાં આવશે. એના માટે હયાત રોડની પહોળાઇ વધારીને વાઇડનિંગ અને મેટલિંગ કામ કરાયા બાદ ડામરથી મઢવામાં આવશે. અગાઉ આ કામ રૂડા હસ્તક હતું, પરંતુ મોટામવાનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવતાં હવે આ સંપૂર્ણ કામ રાજકોટ મનપા દ્વારા કરવામાં આવશે. કેકેવી હોલ અને જડ્ડુસ હોટલ ચોક બ્રિજનું કામ પૂર્ણ થયે તરત રોડની પહોળાઇ વધારવાનું કામ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવડ રોડ પર સંખ્યાબંધ રેસ્ટોરન્ટ પણ છે અને પાર્ટી પ્લોટ પણ આવેલા છે, જેનું પાર્કિંગ પોતાની જગ્યામાં જ રાખવાનો નિયમ છે, પરંતુ તમામ પાર્ટી પ્લોટમાં યોજાતા પ્રસંગમાં વાહન પાર્કિંગ રોડ પર જ થાય છે. આ પણ ટ્રાફિક સમસ્યા માટે મુખ્ય કરણ જવાબદાર માની શકાય છે. મોટા ભાગના પાર્ટી પ્લોટ અને રેસ્ટોરાંના સંચાલકો રાજકીય વગ ધરાવે છે ત્યારે સવાલ એ છે કે રસ્તા પર જ થતા વાહનોના પાર્કિંગના દબાણ સામે કડક પગલાં લેવાશે કે કેમ એ જાેવાનું મહત્ત્વનું રહ્યું.રાજકોટ પણ હવે ગુજરાતનું ગૌરવવંતુ સ્માર્ટસિટી બન્યું છે, ત્યારે હવે અહીં રાજ્યનો પ્રથમ સિક્સલેન સિટી રોડ બની રહ્યો છે. રાજકોટ શહેરને વધુ એક નવલા નજરાણાની ભેટ કાલાવડ રોડ પર મળશે, જે શહેરનો હાર્દસમો વિસ્તાર છે. કેકેવી હોલથી આગળ મોટામવા સ્મશાન અને ત્યાંથી અવધ રોડ સુધી ૫ કિમીના રોડને ૪૫ મીટર પહોળો કરી સિક્સલેન બનાવવાનું આયોજન છે, જેમાં ૧૨૦ મિલકત કપાતમાં આવતાં તમામ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વાંધા અરજી સામે ફરી હિયરિંગ થશે. હાલ આ રોડ ૩૦ મીટરનો છે, એને જ ૧૫ મીટર વધુ પહોળો કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *