Gujarat

રાજકોટમાં રાત્રી સમયે ચા પીવા ગેયલ યુવાનો પર હુમલો થયાની ફરિયાદ

રાજકોટ
એક સમયનું રંગીલું રાજકોટ હાલ લાલ લોહીથી ખદબદી રહ્યું છે જ્યાં જાેવા ત્યાં હત્યા કરવામાં આવી અથવા હત્યાની કોશિશ કરવામાં આવી લોકોને ગડદાપાટુનનો માર, ઢીંકાપાટુનો માર જેવા કિસ્સાઓ રોજ સામે આવે છે ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની કોશિશનો બનાવ બન્યો છે. કરણપરા-૩માં રહેતા વિશાલ જયેશભાઇ ચાવડિયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સર્જક જિંદાણી, અરમાન સર્જક જિંદાણી, ફકરૂ જિંદાણી અને એક અજાણ્યો શખ્સ હોવાનું જણાવ્યું છે. ચશ્માની દુકાનમાં નોકરી કરતા વિશાલની ફરિયાદ મુજબ, પોતે મિત્ર ભાર્ગવ, તુલસી, હર્ષલ સાથે કાલાવડ રોડ પર ચા પીવા ગયા હતા. ત્યારે જલારામ પેટ્રોલ પંપ પાસે પહોંચતા બે કાર અમારા બુલેટ આડી નાંખી હતી. જેમાંથી ઉપરોક્ત આરોપીઓ કારમાંથી ઉતર્યા હતા. બુલેટ પાછળ મિત્ર તુલસી બેઠો હોય ફકરૂએ તેને ગાળો ભાંડી તું રૂપિયા ક્યારે આપીશ તેમ કહી માર માર્યો હતો. જેથી પોતે આ બાબતે ચાની દુકાને બેસીને વાત કરવાનું કહ્યું હતું. બાદમાં અમે કાલાવડ રોડ પર ચાની દુકાને ભેગા થયા હતા. ત્યારે અહીં ફકરૂ અને અરમાનના પિતા સર્જક જિંદાણી અને અજાણ્યો શખ્સ કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતરી સર્જકે તારે અમને પૈસા દેવા જ પડશે તેમ કહી છરી કાઢી મારા પર હુમલો કરી માથાના પાછળના ભાગે ઘા ઝીંક્યો હતો. બાદમાં અરમાન તેની કારમાંથી ધોકો લઇ આવી ભાર્ગવને માથા સહિતના શરીરના ભાગોએ ઘા ફટકાર્યા હતા. જ્યારે ફકરૂ ચાની દુકાનમાંથી તાવીથો લઇ આવી પોતાને માર માર્યો હતો. આ સમયે અન્ય મિત્ર હર્ષલ બચાવવા વચ્ચે પડ્યો હતો. પોતાના અને ભાર્ગવ પર હુમલો થયો ત્યારે તુલસી ભાગી ગયા બાદ પાછો આવ્યો હતો. બંને પર હુમલો કરી જતા જતા બધાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હુમલામાં ભાર્ગવ બેભાન થઇ ગયો હતો. મિત્ર હર્ષલ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં ભાર્ગવની હાલત ગંભીર હોય આઇસીયુમાં દાખલ કર્યો હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસમથકના પીએસઆઇ ડી.વી.બાલાસરા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને પોતાની ફરિયાદ પરથી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. મિત્ર તુલસીને સર્જક જિંદાણીને પૈસા દેવાના હોય તે બાબતે ખૂની હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી સદર બજારમાં રહેતા અને અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા સર્જક જિંદાણીને સકંજામાં લઇ ધરપકડ કરી છે. અન્ય આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *