Gujarat

રાજકોટમાં રામવનની મુલાકાત માટે પ્રવેશ ફી નક્કી કરાઈ

3 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો માટે રૂપિયા 10

– 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રૂપિયા 20
– સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે રામવન
થોડા દિવસો પહેલા જ રાજકોટમાં લોકાર્પણ થયેલા રામવનમાં પ્રવેશ માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ટીકીટનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ 12 વર્ષથી મોટા તમામ નાગરીકો માટે વ્યક્તિ દીઠ 20 રૂપિયાની ટીકીટ લેવી ફરજીયાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ રામવનમાં પ્રવેશ માટે 3 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો માટે રૂપિયા 10 અને 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રૂપિયા 20 રૂપિયાની ટીકીટ નક્કી કરવામાં આવી છે. ૩ વર્ષથી નાના બાળકો માટે પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દર સોમવારે રામવન બંધ રાખવામાં આવશે અને રામવનમાં સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે.
અહેવાલ- નિખીલ ભોજાણી

Screenshot_20220901-085215_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *