Gujarat

રાજકોટમાં લોન આપવાનું કહી એક ટોળકીએ કર્યું કરોડોનું કોભાંડ

રાજકોટ
રાજકોટ જામનગર રોડ પર ૨૫ વારિયા ક્વાર્ટરમાં રહેતા સફાઇ કામદાર સંજયભાઈ રમેશભાઈ ઘાવરીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે રાજકોટ પરાબજાર નજીક કૃષ્ણપરામાં રહેતો આજમ અસ્લમ આમદાણી, ભાવનગરનો ઇલ્યાસ સીદીક ખોખર અને મુનાફ શેખ અબ્દુલ રસીદના નામો આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ૩ મહિના પહેલા તેને મકાન માટે ૧૮ લાખ રૂપિયાની જરૂર હતી. અગાઉ પરિચિત આજમને લોન લેવા માટે વાત કરી હતી. આ અંગે આજમ સહિતનાઓએ તેને આઈસીઆઈસીઆઈ બેંકે બોલાવી તેના ડોક્યુમેન્ટ લઇ ખાતું ખોલાવ્યું હતું. તેના બેંકના ડોક્યુમેન્ટ પણ તેની સાથે લઇ ગયા હતા. દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારીએ ૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તેને બેંકે બોલાવી તેના ખાતામાં ૪.૭૨ કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાનું જણાવતા તેને બેંકમાં ૧૨.૫૦ લાખની લોન અંગે પરિચિત આજમને ડોક્યુમેન્ટ આપ્યા હતા અને બેંકના ડોક્યુમેન્ટ પણ તેની પાસે જ હોવાનું જણાવ્યું હતું. પોલીસને પણ જાણ કરી હોવાનું કહ્યું હતું. આ અંગે પીઆઈ એમ.સી.વાળા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીને પકડી લઇ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક આરોપી લોન એજન્ટ છે. જ્યારે ભાવનગરના બે આરોપી ડ્રાઇવર અને નાના ધંધા સાથે સંકળાયેલો છે. આમ છતાં આટલું મોટું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયું અને અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાર્ક પાસે ૨૫ વારિયા ક્વાર્ટરમાં રહેતા સફાઇ કામદારના ડોક્યુમેન્ટ લઇ બેંકમાં ખાતું ખોલી રૂ.૪.૭૨ કરોડનું ટ્રાન્જેક્શન થયાની જાણ થતા શ્રમિકે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી રાજકોટ અને ભાવનગરની ટોળકી પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

The-gang-did-a-scam-of-crores.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *