રાજકોટ
રાજકોટમાં મિલકત તકરારમાં જેઠે નાનાભાઈની વિધવા પત્નીને ધમકી આપી હતી કે, તારા પર એસિડ ફેંકી સળગાવી દઈશ અને લાશ પણ નહીં મળે. આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. જેમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ નવાગામ આણંદ પર ખાતે આવેલા કારખાનાનો શેડ વિધવાના મૃતક પતિના નામે હોય, સસરા, જેઠ, કાકાજી સહિતના શખ્સોએ વિધવાને ધમકાવી મિલકત પચાવી પાડવા માંગતા હોવાના આક્ષેપ સાથે કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટની શિવધારા સોસાયટી શેરી નં. ૧૦ મોરબી રોડ, ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ સામે રહું છું. અને ઘરેથી સાડી – ચણીયાચોરી વગેરે વેચવા તથા ભાડે આપવાનો વ્યવસાય કરું છું. મારા લગ્ન ૧૪/૦૨/૨૦૦૮માં થયા હતા, પતિ પત્ની ઉપરોકત સરનામે સાથે રહેતા હતા. તા.૧૪/૪/૨૦૨૧ના રોજ કોરોનાની સારવાર દરમિયાન મારા પતિનું અવસાન થયું હતું. અમારે લગ્ન જીવન દરમિયાન કોઇ સંતાન નથી. મારા પતિની મિલકતો પૈકીની મિલકત જે રાજકોટ તાલુકાના ગામ આણંદપર (નવાગામ) સર્વે નં.૧૦૮ પૈકી બીનખેતી જમીનમાં પ્લોટ નં -૨૧ જમીનમાં ૪૪૩.૫૦ ચો.મી વાળુ ઉભા ઇમલાવાળો શેડ જે મારા પતિએ ધર્મેન્દ્ર નરોતમભાઇ ઉમરાણીયા પાસેથી રૂ.૨૪,૦૦,૦૦૦ માં ખરીદ કર્યો હતો. તે મિલકત રૂ .૪૦,૦૦૦ ના માસીક ભાડે સિધ્ધપુરા કલ્પેશભાઇને ભાડેથી આપી છે. જે પૈકી રૂ.૨૦,૦૦૦ મારા અને મારા પતિના સંયુકત બેંક ખાતામાં જમા કરાવે છે બાકીના ૨૦,૦૦૦ જે શેડ તેણે બનાવેલો હતો જેથી તેના વળતર તરીકે રાખી લેતા હતા. મારા પતિના મૃત્યુ પછી મારા સસરા મનસુખભાઇ હિરજીભાઇ ઉમરાણીયા, અને ટ્રક બોડીનો ધંધો કરતા મારા જેઠ જયેશભાઇ મનસુખભાઇ ઉમરાણીયા તથા મારા કાકાજી સસરાના દિકરા સુરેશભાઇ ભુપતભાઇ ઉમરાણીયા તથા જગદીશભાઇ ભુપતભાઇ ઉમરાણીયા જે આ મિલકત પચાવી પાડવા માંગે છે. પંદરેક દિવસ પહેલા આ તમામ લોકોએ એક સંપ કરી અને મને ઘમકી આપી હતી કે, તારા પતિ પાસે બીજી ઘણી મિલકત છે, આ મિલકત અમારા નામે કરી દે, નહીતર તમારી બધી મિલકત હડપ કરી લેશું. તે વખતે મારા જેઠ જયેશભાઇએ લોખંડનો પાઇપ મને પગમાં માર્યો હતો, અને મને કહ્યું હતું કે, જાે આ સોખડા રોડ વાળા શેડ પર જશો તો જાનથી મારી નાખીશુ, રસ્તામાં માથે એસીડ ફેંકી સળગાવી નાખીશ અને લાશ પણ નહીં મળે તેવી ઘમકી આપી હતી. આરોપ સાથે દિવ્યાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી તેમના સસરા સહિતના આરોપીઓએ શેડમાં અવાર નવાર આવી ભાડુઆતને ધમકાવ્યા હતા. તા.૨૨/૩/૨૦૨૨ ના રોજ બપોરના બે વાગ્યાના આરસામાં અમારો આ શેડ બંધ હતો ત્યારે જેઠ જયેશભાઇ અને મારા સસરા મનસુખ ભાઇ આવી અને હથોડાથી શેડનું તાળું તોડી નાખ્યું હતું.જે બાબતે સીસીટીવી ફુટેજથી પણ વેરીફાઇ કર્યું હતું. આ પ્રકારે અગાવ પણ ઘણીવાર શેડના તાળા તોડી નાખ્યા છે. પોલીસે આ ફરિયાદના આધારે આઈપીસી કલમ ૪૫૨, ૩૮૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી છે. વધુ તપાસ કુવાડવા રોડ પોલીસના પીએસઆઈ એન. આર. વાણીયાએ હાથ ધરી છે.