Gujarat

રાજકોટમાં સિનેમા ઘરોમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જાેવા લોકો ઉમટ્યા

રાજકોટ
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ સિનેમાઘરોના સંચાલકો દ્વારા ફિલ્મનું બેનર લગાવવામાં આવ્યું નથી. આથી ફિલ્મ રિલીઝ વચ્ચે બેનર ન લગાવતા ક્યાંક ડરનો માહોલ પણ હોય તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે. તેમ છતાં મોટી સંખ્યામાં આ ફિલ્મ જાેવા માટે ઉમટી રહ્યા છે. રાજકોટની ગેલેક્સી ટોકિઝ સહિત અનેક સિનેમાઘરોમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. પરંતુ બહાર ફિલ્મનું બેનર લગાવવામાં આવ્યું નથી. અન્ય ફિલ્મોના બેનરો જાેવા મળી રહ્યા છે. જેમાં ગંગુબાઇ કાઠિયાવાડી, રાધેશ્યામ, બેટમેન ફિલ્મોના મોટા પોસ્ટર સિનેમાઘરો બહાર લગાવવામાં આવ્યા છે. પરંતુ ધ કાશ્મીર ફાઈલ્સનું બેનર લગાવવા સંચાલકોએ ટાળ્યું છે. વિવાદિત ફિલ્મ હોવાને કારણે સંચાલકો બેનર લગાવતા ડરતા હોય તેવી ચર્ચા પણ લોકોમાં ઉઠી છે. ફિલ્મ રિયાલિટી ઉપર છે. માત્ર યંગસ્ટર્સ નહીં સિનિયર સિટીઝન ઓપન ફિલ્મ જાેવા માટે ઉમટી રહ્યા છે. સિનિયર સિટીઝનોએ પણ જણાવ્યું હતું કે, રિયાલિટી પર ફિલ્મ બનાવવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ચર્ચા ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *