Gujarat

રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી પ્રિવેન્ટીવ ટીમના દરોડા, દરોડા દરમિયાન ૪૩ લાખની ટેક્સ ચોરી ઝડપાઇ

રાજકોટ
રાજકોટમાં બોનાન્ઝા બ્યુટી સલૂનનું નામ જાણીતું છે. આજે આ બ્યુટી સલૂનમાં સેન્ટ્રલ ય્જી્‌ની પ્રિવેન્ટીવ ટીમ ત્રાટકી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ બ્યુટી સલૂનની રાજકોટમાં આવેલી ૭ બ્રાન્ચ પર સેન્ટ્રલ ય્જી્‌ના પ્રિવેન્ટીવ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ૪૩ લાખની ટેક્સ ચોરી ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. બોનાન્ઝા બ્યુટી સલૂનની તમામ બ્રાન્ચોમાં મસમોટી રકમ વસૂલાતી હતી. પરંતુ ડ્યૂટી ભરાતી ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં બોનાન્ઝા બ્યુટી સલૂનની યુનિવર્સિટી રોડ, કેકેવી ચોક, પેડક રોડ સહિતના વિસ્તારોમાં ૭ જેટલી બ્રાન્ચ આવેલી છે. આ તમામ બ્રાન્ચો પર સેન્ટ્રલ ય્જી્‌ પ્રિવેન્ટીવ વિભાગના દરોડા પડ્યા છે. અત્યારસુધીમા સર્ચ ઓપરેશનમાં ૪૩ લાખની ટેક્સ ચોરી થયાનું સામે આવ્યું છે. તમામ બ્રાન્ચો પર એકસાથે દરોડા પડતા અન્ય બ્યુટી સલૂનના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થયે બોનાન્ઝા બ્યુટી સલૂનમાં હજુ વધુ કરચોરી કર્યાનું સામે આવી શકે છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થયે બોનાન્ઝા બ્યુટી સલૂનમાં હજુ વધુ કરચોરી કર્યાનું સામે આવી શકે છે. મોરબીમાં જીએસટીની ૯ પેઢીમાં તપાસ કરવામાં આવી છે. જેમાં ૫ સિરામિક એકમો છે તો ૪ ટ્રેડિંગ પેઢીનો સમાવેશ થાય છે. આ તપાસમાં રાજકોટ અને અમદાવાદની ટીમ જાેડાઈ છે. બિલ વગર, ઓછી કિંમતના બિલ બનાવી ટેક્સચોરી કરાતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે આ તપાસ કરવામાં આવી છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સવારે તપાસ શરૂ થઈ હતી અને આખી રાત તપાસ ચાલુ રહી છે. તપાસ દરમિયાન આવક જાવકના દસ્તાવેજાે, હિસાબી સાહિત્ય વગેરેની ચકાસણી કરવામાં આવી છે. જેમાં ગેરરીતિ બહાર આવી છે. આ સાહિત્ય દસ્તાવેજાે કબજે કરાયા છે જેનો રિપોર્ટ તૈયાર થશે અને ત્યારબાદ અમદાવાદ મોકલાશે. જાે કે હાલ તપાસનીશ ટીમે નામ જાહેર કરવામાં ચુપકીદી સેવી લીધી છે. જેને ત્યાં તપાસ કરાઈ છે એ પેઢીના વ્યવહાર રાજ્યભરમાં થયા હોવાનું ખુલ્યું છે. જાે કે આ તપાસ આજે પણ ચાલુ રહે એવી સંભાવના છે. નાણાકીય વર્ષ પૂરું થવાને આડે હવે ૯૦ દિવસનો સમય બાકી છે ત્યારે હજુ આગામી દિવસોમાં અન્ય પેઢીમાં પણ તપાસ કે સર્ચ-સરવે હાથ ધરવામાં આવે એવી સંભાવના છે. હોટેલ, કોન્ટ્રાક્ટ પેઢીમાં ગુપ્ત રીતે સરવે હાથ ધરવામાં આવ્યો છે. આ સરવે દરમિયાન કેટલી રકમનો ટેક્સ ભરવામાં આવે છે, ભરવા પાત્ર કેટલો થાય છે એ સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઈ છે. જાે આ સરવે દરમિયાન ટેક્સચોરી માલૂમ પડશે તો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે એમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *