Gujarat

રાજકોટમાં ૩૫૦ સિનિયર ડોક્ટોરો હડતાળમાં જાેડાયા

રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવાઓ પર અસર જાેવા મળી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ અને જિલ્લાની હોસ્પિટલ સહિત કુલ ૩૩૦ જેટલા ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે આજરોજ સિનિયર ડોક્ટરો સિવાયના તબીબો ફરજ પર હાજર હોવાના કારણે ઈમરજન્સી વિભાગ અને ઓપીડી વિભાગ કાર્યરત છે. જ્યારે કે, ઓપરેશન થિયેટર હાલ ખાલીખમ્મ જાેવા મળી રહ્યા છે. સર્જીકલ સહિતના ઓપરેશન થિયેટરમાં માત્ર નર્સિંગ સ્ટાફ અને રેસિડન્ટ તબીબો જાેવા મળી રહ્યા છે. જ્યારે ઇએનટી ઓપરેશન થિયેટર હાલ રેસિડન્ટ તબીબને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હોવાથી સિનિયર તબીબોના કારણે શરૂ છે.રાજ્યભરના સરકારી સિનિયર ડોક્ટર આજે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા વીડિયો મેડિકલ કોલેજના પટાંગણમાં સિનિયર ડોક્ટરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ પોતાની જૂની માગણીઓ દર્શાવતા પોસ્ટરો દર્શાવી વિરોધ પણ પ્રગટ કરવામાં આવ્યો હતો. તબીબોએ છેતરપિંડી બંધ કરો, વહીવટી અત્યાચાર બંધ કરો, હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટ જિલ્લામાં આજે ૩૫૦ સિનિયર ડોક્ટરો હડતાળમાં જાેડાયા છે અને માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેવું તબીબોએ જણાવ્યું હતું. અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છીએ. રાજકોટ જિલ્લાના ૩૫૦ તબીબો હડતાળ પર ઉતર્યા છે. સરકાર અમારી તમામ માગણીઓ સ્વીકારી ન લે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખીશું. ઉચ્ચ પગારધોરણ, એડોપ્ટ સેવા નિયમિત કરવી, સેવા સદન કરવી, પ્રમોશન આપવું સહિતની અમારી માગણીઓ છે. વર્ષ ૨૦૧૨થી અમારી માંગણી સંતોષવામાં આવી નથી. વર્ષ ૨૦૧૬થી ખાનગી પ્રેક્ટિસ એલાઉન્સ પણ અમને આપવામાં આવ્યું નથી. ત્યારે સરકાર દ્વારા અમારી પડતર માગણી સંતોષવામાં આવે નહીંતર આગામી દિવસોમાં પણ અમારી હડતાળ યથાવત્‌ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *