Gujarat

રાજકોટમાં ૩૫૭ કિલો ગાંજા સાથે બે ઈસ્મને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કરતી સીઆઈડી

રાજકોટ
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં જિલ્લા કક્ષાએ એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં ખુદ નાયબ પોલીસ અધિક્ષકનું સુપરવિઝન રહેશે. ત્યારે હવે આ પ્રકારનાં ગુનાઓ માટે ઉદ્યોગકારો અને વેપારીઓએ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવાનો રહેશે. રાજકોટ ગ્રામ્ય પોલીસની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, તાજેતરમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે વેપારીઓ સાથે મિટિંગ યોજી હતી. જેમાં છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતના આર્થિક ગુનાઓ બનતા હોય અરજદારની આવી અરજીઓની ઊંડાણપૂર્વક તપાસ થાય અને યોગ્ય તેમજ ઝડપી રીતે ન્યાય મળે તે માટેની રજુઆત કરવામાં આવી હતી. જેને લઈને એક ખાસ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં ખૂબ જ મોટા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો હોય વેપારીઓ સાથે વારંવાર છેતરપિંડી બાબતે ફરિયાદ અરજીરૂપે મળતી હોય છે. આ અરજી બાબતે આર્થિક રીતે ઠગાઇનો ભોગ બનતા ઉદ્યોગકારો અને વેપારીઓને સત્વરે ન્યાય મળે તેમજ કોઇ હેરાનગતી ન થાય તે હેતુસર રાજ્યનાં ગૃહમંત્રી સંઘવીની સુચનાથી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ, અને પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ આર્થિક ગુનાઓની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં નાયબ પોલીસ અધિક્ષકનું સુપરવિઝન રહેશે.રાજકોટના ઘનશ્યામગીરી અને ખંભાળીયાના મુકેશગીરીને સીઆઈડી ક્રાઇમે પાસા હેઠળ અમદાવાદ જેલહવાલે ધકેલવાનો હુકમ કર્યો છે. આથી ભક્તિનગર પોલીસે આરોપીને દબોચી જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે. ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં ત્રણેક વર્ષ પહેલા ૩૫૭ કિલોના ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બન્ને આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ એનડીપીએસ દરખાસ્ત તૈયાર કરી સીઆઈડી ક્રાઇમ ડીજીપીને મોકલાવતા તેમણે ગુનેગારોનો ઇતિહાસ તપાસ કરી પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *