Gujarat

રાજકોટ એરપોર્ટ નજીક ડેમ બનાવવા એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી

રાજકોટ
સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પાણીની અછત છે. સૌરાષ્ટ્રનું ભૂતળ પથરાળ હોવાથી ગમે તેટલો વરસાદ પડે તો પણ આપણે એને રોકી શકતા નથી. આથી બધુ પાણી દરિયામાં જતુ રહે છે. આથી જ્યાં જ્યાં નાના-નાના ડેમ બની શકતા હોય તેવી જગ્યાએ પાણીનો સંગ્રહ કરવા ડેમ બનાવવા જાેઇએ. અમદાવાદ નેશનલ હાઇવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર જાે નાનકડો ડેમ બને તો નદી પહોળી અને ઊંડી કરી શકાય. જેમાં માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકે છે. આ સાઈટ ધ્યાનમાં આવતા મેં સરકારમાં માગણી કરી હતી. પરંતુ અત્યારના ગાળામાં એરપોર્ટ ઓથોરિટીને આપણે અરજી કરી હતી. એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી નહોતી. જેના કારણે બે-ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. હવે એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી દીધી છે. આથી એરપોર્ટ ઓથોરિટીએ આપણને મંજૂરી અને એનઓસી પણ આપી દીધી છે. એનઓસી મળ્યા પછી હવે જે-તે વિભાગ દ્વારા સરકારમાં મંજૂરી માટે રિપોર્ટ મોકલશે. આ મંજૂરી મળ્યા બાદ ડેમ બનાવવાની કામગીરી આગળ વધશે.રાજકોટમાં ઉનાળાના પ્રારંભમાં જ પાણીની સમસ્યા જાેવા મળે છે. આથી રાજકોટે નર્મદા નીર પણ ર્નિભર રહેવું પડે છે. ત્યારે રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ નજીક નવો ડેમ બનાવવા બે-ત્રણ વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી. જેને સફળતા મળી છે. અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર ડેમ બનાવવા ગોવિંદ પટેલે કરેલી રજૂઆતને પગલે એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી દીધી છે.

Hirasar-Airport-in-Rajkot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *