Gujarat

રાજકોટ ચોટીલા હાઈવે પર પોલીસને અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ચોટીલા હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે. જેમાં નાની મોલડી પોલીસને રાજકોટ તરફ જતા હાઇવે પરથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા એનું તાકીદે પી.એમ.કરાવીને રાજકોટ કોલ્ડ સ્ટોરેન્જમાં મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ તરફ જતા મોટી મોલડી બાયપાસ પર એક મધ્યમ બાંધાનો દાઢી કાળી તેમજ સફેદ વાળ ધરાવતો અને જમણા હાથના કાંડામાં વાગેલાનું નિશાન ધરાવતો રાખોડી કલરનું ટી શર્ટ, કાળા કલરનો કોટ અને મિલિટરી કલરનું પેન્ટ પહેરીને ચાલીને જતો એક ૩૫થી ૪૦ વર્ષિય પુરુષને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. જેની જાણ નાની મોલડી પોલીસને થતાં મૃતકની લાશને ચોટીલા રેફરલ હોસ્પિટલ પી.એમ.માટે ખસેડાઇ હતી. આ લાશને રાજકોટ કોલ્ડ સ્ટોરેન્જમાં મોકલી દેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસ સુત્રોને જણાવ્યું હતું કે, આ લાશનો કોઈને પતો અથવા તેના વિશે માહિતી મળે તો જિલ્લા કન્ટ્રોલ રૂમ. ૦૨૭૫૨ ૨૮૨૪૫૨ અથવા નાની મોલડી પોલીસ મથક ૦૨૭૫૧ ૨૮૧૩૪૦ તેમજ ૮૨૦૦૬ ૧૩૫૯૫ નંબર પર જાણ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *