ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી નિષ્પક્ષ તથા ભયમુકત રીતે યોજાય તે માટે તંત્રે કમર કસી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં ચુંટણી દરમ્યાન SMS તથા સોશિયલ મીડિયાનો દુરઉપયોગ થતો અટકાવવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વાર નોડલ અધીકારીની નિમણુંક કરવામાં આવી છે.રાજકોટ ગ્રામ્યની બેઠકો એસપી કચેરીના નાયબ પોલીસ અધિક્ષક એચ.એસ.રત્નુને નોડલ અધીકારી SMS તથા સોશિયલ મીડિયા તરીકે નિમણુંક કરવામા આવી છે. ચુંટણી દરમ્યાન ખોટી માહિતી,અફવા ફેલાવતા SMS તથા સોશિયલ મીડિયા અંગેની ફરિયાદ શ્રી રત્નુને તેમના મોબાઈલ નં.9978408184 પર કરી શકાશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.