Gujarat

રાજકોટ જિલ્લામાં મોકપોલ અને મતદાન સંબંધી પ્રક્રિયા અંગે ૫૦૦ પોલિંગ અધિકારીઓની તાલીમ યોજાઈ

રાજકોટ
રાજ્યમાં યોજાનાર આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીમાં ફરજ સોંપવામાં આવી હોય તેવા વિવિધ ઝોનલ અધિકારીઓની ચૂંટણીલક્ષી કામગીરી માટે એક તાલીમનુ આયોજન રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઈવીએમ-વીવીપીઈટીનું સંચાલન,મોકપોલ અને મતદાન સંબંધી પ્રક્રિયા અંગે ૫૦૦થી વધુ પોલિંગ અધિકારીઓને તાલીમ અપાઈ હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ૭૦-રાજકોટ દક્ષિણ મતક્ષેત્રના ૫૦૦થી વધુ પ્રિસાઈડિંગ ઓફિસરો તથા ૫૦૦થી વધુ પ્રથમ પોલિંગ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતી. રાજકોટ દક્ષિણના ચૂંટણી અધિકારી કે.જી. ચૌધરી તેમજ માસ્ટર ટ્રેનર ચિરાગ કાલરિયા, અરૂણ દવે સહિતના તાલીમ અધિકારીઓ દ્વારા બૂથ પર મતદાનની કામગીરી, ઈવીએમ તથા વીવીપીઈટીનું સંચાલન, મતદાર યાદી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે તાલીમાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ૨૦થી વધુ આઈ.ટી.આઈ.ના સ્ટાફ દ્વારા પણ તાલીમાર્થીઓને ઈવીએમની ટેકનિકલ તાલીમ પણ આપવામાં આવી હતી. આજે ૭૪-જેતપુર વિધાનસભા મતવિસ્તારના પ્રિસાઈડિંગ અધિકારીઓ તેમજ પ્રથમ પોલિંગ ઓફિસર અને ઝોનલ અધિકારીઓની તાલીમ જી.કે.સી.કે. બોસમિયા કોલેજ, જૂનાગઢ રોડ, જેતપુર ખાતે યોજવામાં આવી હતી. અહીંના ચૂંટણી અધિકારી નિમેશ પટેલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કાયદા, નિયમો-માર્ગદર્શિકાઓ તેમજ ઈવીએમ, મોકપોલ, ચૂંટણી સાહિત્ય, મતદાન સંબંધી પ્રક્રિયા અંગે તમામ તાલીમાર્થી સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૧૪૨ પ્રિસાઇડિંગ ઓફિસર, ૧૯૩ પ્રથમ પોલિંગ ઓફિસર તેમજ ૩૨ જેટલા ઝોનલ ઓફિસર, સખી બૂથના આઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આઠ પ્રથમ પોલિંગ ઓફિસરને તાલીમબદ્ધ કરાયા હતા.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *