Gujarat

રાજકોટ ડિવીઝન રેલ્વે સલાહકાર સમિતિમા શ્રીમતિ ૨માબેન માવાણીની સતત પાંચમી વખત નિમણુંક .

રાજકોટ ડિવીઝનની દરેક સલાહકાર સમિતિની બેઠકમા શ્રીમતિ ૨માબેન માવાણીએ લેખીત અને મૌખીક લોક પુશ્નો ઉઠાવેલ હતા . રેલ્વે વિભાગ દ્વારા દેશના રેલ્વેના જુદા જુદા ડિવીઝનોમા લોકોના પ્રશ્નોની રજુઆત માટે રેલ્વે સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે . તાજેતરમા રચાયેલ રાજકોટ ડિવીઝનની સલાહકાર સમિતિમા ( ગ્રાહકોના હિતોના વિભાગમા ) શ્રીમતિ રમાબેન માવાણી ( માજી સંસદ સદસ્યા ) ની સતત પાંચમી વખત નિમણુંક કરવામાં આવેલ છે . શ્રીમતિ રમાબેન માવાણી અગાઉ રેલ્વેની રાષ્ટ્રીયકક્ષાની , ઝોનકક્ષાની અને ડિવીઝનકક્ષાની કમિટીઓમાં રહયા છે . રેલ્વેના લોકોના પ્રશ્નો ઉપર શ્રીમતિ ૨ માબેન માવાણીનો ઉંડો અભ્યાસ છે . જેને ધ્યાનમાં લઈને શ્રીમતિ રમાબેન માવાણીની આ સમિતિમાં સતત પાંચમી વખત નિયુકતી કરવામાં આવેલ છે . નગરજનોને રેલ્વેને લગતા પ્રશ્નો નિચે જણાવેલ સ૨નામે મોકલી આપવા નમ અપીલ કરવામાં આવે છે .

 શ્રીમતિ ૨માબેન આર.માવાણી
( માજી સંસદ સદસ્યા )
 પ્રમુખશ્રી,રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ , ૩૨૯ , પોપટભાઈ સોરઠીયા ભવન , સદર બજાર ,રાજકોટ
ફોન : ૦૨૮૧-૨૪૭૧૧૨૦,૨૪૭૧૧૨૨
મોબાઈલ : ૯૪૨૬૨ ૦૧:૧૧ , ૭૦૧૧ ૩૧૮૭૨
રીપોર્ટર ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ

Screenshot_2022-04-02-14-19-04-38_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *