Gujarat

રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કોરોના સંક્રમિત થયા

રાજકોટ
રાજકોટ ગ્રામ્યમાં હજુ કેસની સંખ્યા ૨૦૦ કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે જેતપુરના વૃદ્ધાનું ગોંડલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે તાલુકાની વિગત જાેઈએ તો ધોરાજીમાં ૫૬, ગોંડલમાં ૩૫, ઉપલેટા ૩૫, જેતપુર ૩૦, કોટડા સાંગાણી ૧૦, રાજકોટ તાલુકાના ગામડાઓમાં ૧૪, પડધરીમાં ૯, લોધિકામાં ૯, જામકંડોરણા ૫, જસદણમાં ૮ કેસ નોંધાયા છે. વિંછીયામાં કોઈ કેસ નોંધાયો નથી. રાજકોટ શહેરમાં શનિવારે ૧૭૦૨ કેસ આવ્યા છે જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ કેસ આવ્યા બાદ ક્રમશઃ ઘટાડો આવશે તેવી શક્યતા હતી પણ તેમાં રવિવારે સીધા ૧૨૯૨ કેસ ઘટીને ૪૧૦ પર આંકડો આવી ગયો છે. જાેકે તેની પાછળ એક કરતા વધુ કારણો જવાબદાર છે સૌથી પહેલું કારણ ટેસ્ટની ઓછી સંખ્યા છે. રાજકોટ શહેરમાં રવિવારે માત્ર ૨૫૦૦ની આસપાસ જ ટેસ્ટ થયા છે આ રીતે ટેસ્ટ ઘટતા કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત રજાનો માહોલ હોવાને કારણે પણ ઘણા લોકોએ આરોગ્ય કેન્દ્રો તેમજ ખાનગી હોસ્પિટલ અને લેબમાં ટેસ્ટ કરાવવા જવાનું ટાળ્યું હતું. હવે ખરેખર કેસની સંખ્યા ઘટશે કે નહિ તે આગામી સપ્તાહમાં આવશે. રાજકોટ શહેરમાં હાલમાં ૮૧૩૨ એક્ટિવ કેસ છે તેમાંથી ૨ ટકા કરતા પણ ઓછા હોસ્પિટલાઈઝ હોવાનું જાણવા મળ્યું છે આ કારણે હજુ પણ સિવિલ હોસ્પિટલ સહિતની મોટી હોસ્પિટલમાં બેડ ખાલી છે તેથી કેસની સંખ્યા આટલી ઝડપી વધી હોવા છતાં હજુ સુધી સ્થિતિ કાબૂમાં જ હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. ગ્રામ્યમાં કેસ વધતા જસદણમાં લેબ શરૂ કરાશે અને રોજ ૪૦૦ ટેસ્ટ થશે.રાજકોટમાં કોરોનાનો આંક એક સપ્તાહથી ટોચ પર છે અને માત્ર ૪ જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાના ૨ વખત રેકોર્ડ તૂટી ચૂક્યા છે. નવો રેકોર્ડ બન્યાના બીજા જ દિવસે કેસમાં એકદમથી ઘટાડો આવી ગયો છે. આજે બપોર સુધીમાં માત્ર ૨૧૦ કેસ નોંધાયા છે. આ સાથે ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. હાલ રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીતનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ખોખડદડ ગામમાં આવેલા પોતાના ઘરે હોમ આઇસોલેટ થયા છે. ઉલ્લખેનીય છે કે આજે ટેસ્ટિંગ બૂથો પર લોકોની લાંબી લાઈન જાેવા મળી હતી છતાં આજે કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળતા આંકડા છૂપાવવાની રમત શરૂ થઈ ગઈ હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *