Gujarat

રાજકોટ મનપા દ્વારા હોળીની ઉજવણી રૂપે કવિઓનું હાસ્ય સંમેલન યોજાશે

રાજકોટ
કોરોનાની સ્થિતિ સાવ સામાન્ય બની જતા આગામી તા.૧૬/૦૩/૨૦૨૨ના રોજ હોળી અને ધુળેટી પર્વના ભાગ રૂપે કવિ રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્ષ ખાતે રાત્રે ૮ઃ૩૦ કલાકે “હોલી કે રંગ, રાજકોટ કે સંગ” રંગારંગ હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુથી હાસ્ય કવિ સંમેલનમાં દેશના ખ્યાતનામ કવિ આશકરણ અટલ, હાસ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર કુલદીપ રંગીલા (દેવાસ-હાસ્યનો બોમ), સરદાર વાહેગુરૂ ભાટિયા(લાફ્ટર ચેમ્પિયન), અજાતશત્રુ (ઉદયપુર-મંચ સંચાલન), સુમિત્રા સરલ(ગીતો કા ઝરણાં) દ્વારા ધુળેટીના રંગોની જેમ હાસ્યના સપ્તરંગોથી નાગરિકોને ઓળઘોળ કરવામાં આવશે.રાજકોટમાં મનપા દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી, લોક ડાયરાનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મનપા દ્વારા હોળીની ઉજવણી રૂપે શહેરીજનો માટે આશકરણ અટલ,કુલદીપ રંગીલા સહિતના હાસ્ય કવિઓનું સંમેલન યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *