રાજકોટ
પહેલી એપ્રિલે નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થતાની સાથે મબલક પ્રમાણમાં અલગ-અલગ પાકોની આવક શરૂ થઇ ગઇ છે. ૭૫ હજાર ગુણી ધાણાની આવક શરૂ થઇ છે. ૧ લાખ ગુણી ડુંગળીની આવક થઈ છે. યાર્ડમાં ૪૦ હજાર ગુણી જેટલી મગફળીની આવક થઈ છે. ૨૬ માર્ચથી ૧ એપ્રિલ સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ હતું. ખેતીપ્રધાન દેશ પર ખેડૂતો પર સરકાર દ્વારા મુશ્કેલીઓ વધતી જાય છે. આ વર્ષે ખાતરમાં ભાવ વધારો બહુ જ રહ્યો. ખેતીની અંદર કોઇ આવક વધી જવાની નથી. સરકારે કહ્યું હતું કે, ૨૦૨૨માં ખેડૂતની આવક બમણી થશે પરંતુ આવક બમણી થાય કે ન થાય પણ ખેતીની અંદર ખર્ચો દિવસેને દિવસે વધતો જાય છે. ખાતરના ભાવમાં સબસીડી આપી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરી ખેતીને બચાવી શકાશે.રાજકોટ માર્કેટ યાર્ડમાં છકડા રિક્ષા ચાલકો એકત્ર થઈ હડતાળ પર ઉતર્યા છે. યાર્ડમાં પાસ સિસ્ટમ કાઢી નખાતા ચિક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. પાસ સિસ્ટમ કાઢી નાખતા રિક્ષાચાલકો પરેશાન બન્યા છે એટલે જૂની પાસ સિસ્ટમ અમલમાં લાવવા માંગ કરી રહ્યા છે. હાલ પાસ સિસ્ટમ ન હોવાથી રોજના ૪૦થી ૫૦ રૂપિયાની પહોંચ કાઢવામાં આવે છે. જ્યારે પાસ સિસ્ટમમાં મહિને ૧૩૦થી ૧૪૦ રૂપિયા જ આપવા પડતા હતા.


