Gujarat

રાજકોટ શહેરને દૈનિક ૨૦ મિનિટ પીવાનું પાણી મળશેઃ મેયર

રાજકોટ
ઉનાળા દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે માટે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજી ડેમમાં ૭૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૩૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી જેની સામે સરકાર દ્વારા ન્યારી ડેમમાં ૨૦૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં મંજૂરી આપી છે. આજી ડેમ બાદ ન્યારી ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે ૨૦૦ એમસીએફટી પૈકી ૩.૫ એમસીએફટી અત્યારસુધી ઠલવાય ચૂક્યું છે.આમ, કુલ ૮૫૦ એમસીએફટીપાણી આગામી ઓગષ્ટ સુધી ચાલશે. ન્યારી-૧માં રોજ આશરે ૧૦થી ૧૫ એમસીએફટીપાણી ઠલવાશે.રાજકોટવાસીઓએ ચોમાસાની સીઝન સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજી ડેમ બાદ ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. ન્યૂ રાજકોટની જળજરૂરીયાત સંતોષતા ન્યારી ડેમમાં દરવાજા રિપેરીંગની કામગીરી પૂર્ણ થતા નર્મદાની ઠાલવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી સરકારના સમય દરમિયાન માત્ર ૧૦ દિવસમાં જ સૌનીનું પાણી રાજકોટને મળતું હતું, પરંતુ સરકાર બદલાઈ જતા મનપાએ ૧૦-૦૧-૨૦૨૨ના રોજ પાણી માટે મેયર ડો.પ્રદિપ ડવે સરકારને પત્ર લખ્યાના એક મહિના બાદ આજે રાજકોટને પાણી મળ્યું છે.આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવે તેની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, ન્યારીમાં પાણી ફાળવતા આગામી ચોમાસા સુધી દૈનિક ૨૦ મિનિટ પાણી પુરવઠો શહેરીજનોને મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *