ભરૂચ
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ટ્રાફિકજામની સ્થિતિને પગલે પ્રખ્યાત છે ત્યારે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી નજીક વણાંક પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી શકી નથી, પરંતુ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામની પરીસ્થીતનું નિર્માણ થયું હતું. આ અકસ્માતને કારણે ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી. ટ્રાફિકને લઈ વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી નજીક બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે હાઈવે પર ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો થતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી.