અંબાજી
રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર પર વસેલું માઁ જગતજનની આંબાનું ધામ અંબાજી જગત વિખ્યાત છે. અંબાજી નજીક આવેલા આબુરોડ માવલ પાસેથી આબુરોડ રિકકો પોલીસે ૧૪૩ કિલો ચાંદી ગેરકાયદેસર રીતે નાના પેકેટ કરી લઈ જતા પકડી પાડી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે અનેકો પ્રતિબંધિત અને ગેરકાયદેસર વસ્તુઓ આવતી હોય છે. તો ગુજરાત અને રાજસ્થાનની પોલીસ ચેકીંગ દરમ્યાન ગેરકાયદેસર વસ્તુઓ ઝડપી પાડતી હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા પેહલા એક ખાનગી બસમાંથી ૧૪૩ કિલો ૨૬૪ ગ્રામ ચાંદી જેની આશરે કિંમત ૮૬ લાખ રૂપિયા છે તે આબુરોડ રિકકો પોલીસે પકડી હતી. ૧૪૩ કિલો ચાંદીને બસના સીટ નીચે છુપાવીને ગુજરાતમાં લાવવાની કોશિશને નાકામ કરી એક વ્યક્તિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. બસમાં સવાર બીજા મુસાફરોને બીજા વાહનની સુવિધા કરી મોકલવામાં આવ્યા હતા. ૧૪૩ કિલો ચાંદી સાથે બસને કબ્જે કરી હતી. આ બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જતી હોવાનું જાણવા મળ્યું હતું.


