Gujarat

રાજસ્થાનમાં પત્ની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાનું કારણ જાણીને સૌ કોઈ ચોંકી ગયા

રાજસ્થાન
સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાઓ તો સૌ કોઈએ તો જાેઈ જ હશે પણ આવી પણ કઈક અલગ જ ઘટના રાજથાનની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં એક પતિએ સંબંધીઓ સાથે મળીને પત્ની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. જાે કે, આ ઘટનાના આરોપી પતિએ સામૂહિક બળાત્કારનો વીડિયો બનાવી એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે કે, આરોપી પતિનું આ કૃત્ય કરવા પાછળનું કારણ માત્ર એટલું હતું કે, યુવતીનો પરિવાર દહેજમાં ૧.૫ લાખ રૂપિયા આપી શક્યો ન હતો. રાજસ્થાનના ભરતપુરના કામાં પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ અને બે સંબંધીઓ વિરૂદ્ધ સામૂહિક બળાત્કારની ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિત યુવતીએ પતિ દ્વારા સામૂહિક બળાત્કારનો વીડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો હોવાનું જણાવ્યું છે. જાે કે, આ મામલે કામાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે પીડિત યુવતીનું કહેવું છે કે, મારા સાસરીવાળા દહેજ માટે મારા પર ત્રાસ ગુજરાત હતા. જ્યારે હું મારા પિયરથી દહેજની રકમ લીધા વગર પાછી આવી તો સંબંધીઓ સાથે મળીને મારા પર સામૂહિક બળાત્કાર કર્યો અને ઘટનાનો વીડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો. પીડિત યુવતીએ વધુમાં કહ્યું- પાંચ દિવસ પહેલા એક આરોપી મને મારા પિયરથી કામાં લઈ આવ્યો હતો, જ્યાં મારી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. યુવતીએ વધુમાં કહ્યું- હું ગમેતેમ કરીને મારો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગઈ હતી અને બાદમાં મારા પિયર પાછી આવી ગઈ હતી. જાે કે, હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯ માં હરિયાણામાં પીડિત યુવતીના લગ્ન થયા હતા. જે બાદ સાસરીવાળા દ્વારા યુવતી પર દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવતો હતો. જાે કે, કંટાળીને યુવતી પોતાના પિયર જતી રહી હતી પરંતુ આરોપી પતિ યુવતીને લાલચ આપી તેના ઘરે પરત લઈ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *