રાજસ્થાન
ઉત્તર ભારતના ઘણા રાજ્યોની માફક રાજસ્થાન પણ પેટ્રોલ ડીઝલની અછત સામે ઝઝૂમી રહ્યા છે. ગત કેટલાક દિવસોથી બે ઓઇલ કંપનીઓ ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ માંગના અનુસાર પેટ્રોલ અને ડીઝલની આપૂર્તિ કરી રહી નથી. જેના લીધે રાજસ્થાનના સાડા છ હજાર પેટ્રોલ પંપની સાથે લગભગ બે હજાર પેટ્રોલ પંપ ડ્રાઇ થઇ ગયા છે. રાજસ્થાનનો કોઇ નાનકડો જિલ્લો એવો નથી જ્યાં પેટ્રોલ અને ડીઝલની સમસ્યા ન હોય. રાજધાની જયપુરમાં લગભગ સાડા છ વાગે પેટ્રોલ પંપ છે તેમાં સોમાંથી વધુ પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ ન હોવાના બોર્ડ લાગી ગયા છે. રાજસ્થાન પેટ્રોલ ડીલર એસોસિએશનના અધ્યક્ષ સુનીત બગઇએ જણાવ્યું હતું કે આ સમસ્યાનું પહેલું મોટું કારણ છે કે લગભગ બે અઠવાડિયાથી રિલાયન્સ અને એસ્સાર પેટ્રોલ પંપનું બંધ થવું. આ બંને કંપનીઓનું રાજસ્થાનમાં માર્કેટ શેર લગભગ ૧૫ ટકા છે અને જ્યારે તેમના પંપ બંધ થયા તો તેનો ભારત અન્ય કંપનીઓના પેટ્રોલ પંપ પર આવી ગયો. બીજી કારણ એ છે કે ભારત અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કંપની તરફથી સપ્લાય ઓછી કરવામાં આવે છે. બગઇના અનુસાર ફક્ત ઇન્ડીયન ઓઇલ કંપની રાજ્યની પુરી સપ્લાય આપી રહી છે. આ સંકટનું એક મોટું એ પણ જણાવવામાં આવે છે કે પેટ્રોલિયમ કંપનીઓને થઇ રહેલું નુકસાન વધી રહ્યું છે. અને તેના લીધે બે કંપની સપ્લાય ઓછી કરી રહી છે. જાે આમ છે તો મોટો સવાલ એ છ કે ત્રણેય કંપની સરકારી છે તો એવામાં એક કંપની કેવી રીતે સપ્લાય કરી રહી છે. તાજેતરમાં રાજસ્થાનમાં આ સ્થિતિ છે તેમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી સુધારો થવાના અણસાર નથી. તેના લીધે જાે ઓઇલ કંપની આજથી પણ સપ્લાય વધારશે તો પણ સમગ્ર રાજ્યમાં સપ્લાય યોગ્ય રીતે થતાં બે ત્રણ દિવસમાં પહોંચી શકશે. આ સમસ્યાના લીધે સામાન્ય વ્યક્તિ તો પરેશાન છે જ સાથે ખેતી, ખેડૂત અને ઉદ્યોગ ધંધા પર તેની અસર પડી રહી છે. ઉદ્યોગોના ઉત્પાદન અને ખેડૂતોની વાવણીની સિઝનમાં ડીઝલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.