Gujarat

રાજુલાના ઝાપોદર ગામ માં પતિને દારૂ પીવાની ના પાડતા પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને રાજુલા પોલીસે ઝડપી પાડ્યો

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મંગળવારના મોડીરાત્રીના રાજુલા ગામ નજીક આવેલ ઝાપોદર ગામ ના હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી જેમાં પત્નીએ પોતાના પતિ ને દારૂ પીવાની ના પાડતા પતિ દ્વારા પત્નીની હત્યા કરી નાખવામાં આવી હતી પતિ ભરત વાળા ને દારૂ નો નશો કરવાની ટેવ હતી જેના કારણે વારંવાર દારૂ પીયને મારકૂટ કરી હેરાન પરેશાન કરતો હતો પત્ની રેખાબેન દ્વારા તેને દારૂ પીવાની ના પાડતા પતિને તેનુ મન દુખ રાખી પત્ની રેખાબેન બોથડ પદાર્થ વડે માર મારી હત્યા નિપજાવી નાખી હતી જેના પગલે રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો  અને રાજુલા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી બનાવ બાદ રાજુલા પી.એસ.આઇ ડી.વી.પ્રસાદ ની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી ભરત બદરૂ વાળને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરાઇ છે જો કે વધુ પૂછપરછ અને રિમાન્ડ માટે આજે બુધવારે આરોપીને રાજુલા કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માગણી કરવામાં આવશે પતિ જેલમાં જતા છ સંતાનો નોધારા બન્યા આ બનાવની મળતી માહિતી મુજબ પતિ-પત્ની ઘરે છ સંતાનો હતા જેમાં બે પુત્રીઓ અને ચાર પુત્ર મળીને કુલ છ સંતાન છે પરંતુ આ સંતાનોની માતા ની હત્યા થતા અને હત્યારો પતિ જેલમાં જતા સંતાનો નોંધારા બની ગયા હતા.

IMG-20220202-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *