Gujarat

રાજુલામાંથી વૃધ્ધ મહિલાને વાતોમાં મશગુલ કરી, સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર ઠગ ટોળકીને સોનાના દાગીના, મોટર સાયકલ સહિત સહીત કુલ કિં. રૂ.૬,૭૧,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, રાજકોટ, પોરંબદર, ભાવનગર, મહુવાના કુલ પાંચ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

રાજુલામાંથી વૃધ્ધ મહિલાને વાતોમાં મશગુલ કરી, સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર ઠગ ટોળકીને સોનાના દાગીના, મોટર સાયકલ સહિત સહીત કુલ કિં. રૂ.૬,૭૧,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, રાજકોટ, પોરંબદર, ભાવનગર, મહુવાના કુલ પાંચ ગુનાઓ ડીટેકટ

કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગતઃ-

જાહીબેન વા/ઓ. રાઘવભાઇ ઉગાભાઇ પરમાર, ઉ.વ.૬૩, ધંધો ઘરકામ રહે.રાજુલા, જાફરાબાદ રોડ, મુછડીયા સાહેબના દવાખાના સામે માધવ હોટલ ઉપર, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.૦૭/૧૨/૨૦૨૨ ના રોજ બપોરના આશરે એકાદ વાગ્યે ઘરેથી ચાલીને દવાખાને જતા હતા તેવમાં રાજુલા બસ સ્ટેન્ડ સામે ખુણા પાસે પહોંચતા બે અજાણ્યા સ્ત્રી – પુરૂષ આ જાહીબેન પાસે આવી, વાતોમાં મજગુલ કરી અજાણ્યો પુરૂષ નજીકમાંથી મોટર સાયકલ લઇને આવી તથા આ બન્ને અજાણ્યા સ્ત્રી – પુરૂષ જાહીબેને ગળામાં પહેરેલ આશરે ત્રણ તોલા સોનાનો ચેઇન કિં.રૂ.૧,૩૭,૦૦૦/- તથા પ્લાસ્ટીકની થેલીમાં રહેલ એક મોબાઇલ ફોન કિ.રૂ.૩૫૦/- તથા બેન્કની પાસબુક તેમજ દવાખાનાની ફાઇલ તથા પર્સ તથા રોકડા રૂ.૧૨૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૮,૫૫૦/- ના મુદ્દામાલની નજર ચુકવી આંચકી લઇ મોટર સાયકલ લઇને નાશી જઇ ગુનો કરેલ હોય, જે અંગે જાહીબેનને અજાણ્યા સ્ત્રી – પુરૂષ આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતા રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૨૧૦૬૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯એ(૩), ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ આ પ્રકારના અનર્ડીટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી

કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ

દ્વારા અનડીટેક્ટ ગુનાઓના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ બનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ તેમજ શકદારોને ચેક કરવામાં આવેલ. આ ગુનાના ફરિયાદીની પુછપરછ કરી, આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ, અનીંટેક્ટ ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી રાહે હકિક્ત મળેલ કે અમરેલી, ટાવર પાસે આવેલ સોના ચાંદીની દુકાનો બહાર બે અલગ અલગ મોટર સાયકલો ઉપર બે પુરૂષ તથા એક સ્ત્રી એમ કુલ ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ રીતે આંટા ફેરા મારે છે. અને તેમની પાસે કોઇ ચોરીનો મુદ્દામાલ હોવાની બાતમી રાહે હકીકત મળતાં તુર્ત જ એલ.સી.બી. દ્વારા મળેલ મળેલ બાતમી આધારે વર્ણન વાળા એક સ્ત્રી તથા બે પુરૂષ ઇસમોને પકડી પાડી, તેમની અંગઝડતી કરતાં, તેમની પાસેથી ચીલ ઝડપના સોનાના ઘરેણા તથા મોબાઇલ ફોન મળી આવેલ. પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત અનર્ડીટેક્ટ ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ હતી.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) ઈકબાલભાઈ કમરૂદ્દીનભાઇ શેખ, ઉં.વ.૪૩, ધંધો ડ્રાઇવીંગ, રહે.આર,કે,ખાનની ચાલી, “જુના કોસંબા, તરસાડી, તા.માંગરોળ, જિ.સુરત, (૨) હૈદરભાઈ અસલમભાઇ શેખ, ઉં.વ.૩૦, ધંધો મજુરી, રહે.મહેસાણા, ખાટકીવાડ, મસ્જિદની બાજુમાં,

તા.જિ.મહેસાણા. (૩) સક્ષમાબેન વાઓ ઇકબાલભાઇ કમરૂદ્દીનભાઇ શેખ/, ઉં૪૦.વ., ધંધોઘરકામ., રહેખાનની.કે.આર. ચાલી, જુના કોસંબા, તરસાડી, તામાંગરોળ,, જિસુરત..

પકડાયેલ મુદ્દામાલ –

(૧) એક સીંદરી ઘાટનો સોનાનો ચેઇન, વજન ૨૫૫૦૦ ગ્રામ, કિં. રૂ.૧,૦૩,૦૦૦-/ (૨) એક ઇન્ડૉ ઇટાલી ઘાટનો સોનાનો ચેઇન, વજન ૧૪ગ્રામ ૦૨૦., કિપ૪.રૂ.,૦૦૦ – {

(૩) ગોળ ઘાટની સોનાની બુટી નંગ-૨, વજન ૩.૭૦૦ ગ્રામ, કિ.રૂ.૧૪,૦૦૦-/ (૪) સોનાની મશીન ઘાટની બંગડી નંગ – ૪, વજન ૬૨,૦૪૦ ગ્રામ, કિ.રૂ.૩,૦૦,૦૦૦/-

(૫) સોનાની ડાયમંડ ઘાટની બુટી જોડી – ૧, વજન ૬.૧૦૦ ગ્રામ, કિ.રૂ.૨૯,૦૦૦/- (૬) સોનાની લેડીઝ વીટી નંગ – ૨, વજન ૩.૩૦૦ ગ્રામ તથા ૬ ગ્રામ, કિં.રૂ.૨૮,૫૦૦/- (૭) સોનાની સર નંગ – ૨, વજન ૩.૩૦૦ ગ્રામ, કિં.રૂ.૧૨,૫૦૦/- (૮) એક સોનાનો ચેઇન કરપ ઘાટનો, વજન ૧૮,૦૪૦ ગ્રામ, કિરૂ,૬૫,૫૦૦/- (૯) એક કાળા કલરની નોકીયા કંપનીનો કીપેઇડ વાળો મોબાઈલ ફોન કિ.રૂ.૩૫૦/-

(૧૦)એક બજાજ કંપનીનું અવેન્જર્સ મોટરસાયકલ રજી. નં. જી.જે.૧૧.બી.એસ.૯૬૧૨ કિં.રૂ.૫૦,૦૦૦/-

(૧૧)એક ટી.વી.એસ. કંપનીનું સ્ટાર સ્પોર્ટસ મોટર સાયકલ રજી. નં. જી.જે.૦૬.એચ.બી.૧૦૨૩, કિં.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૬,૭૧,૮૫૦/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીઓએ અન્ય ગુનાઓની પણ કબુલાત આપેલઃ-

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં, તેઓ નીચે મુજબના ગુનાઓ પણ કરેલ હોવાની કબુલાત

આપેલ છે. (૧) આજથી આશરે પાંચ-છ દિવસ પહેલા મહુવામાં એક મહિલાને વા નો ઇલાજ કરવાના બહાને ઉભા રાખી, સોનાનો ચેઇન, બુટી તથા રોકડા રૂ.૭,૦૦૦/- ની ચીલ ઝડપ કરેલ. આ અંગે ખરાઇ કરતાં મહુવા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૨૧૩૦૪/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ

છે.

(૨) આજથી આશરે પંદરેક દિવસ પહેલા રાજકોટ શહેરની બહાર નીકળતાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી એક બહેનને માતાજીના દર્શન કરવાના બહાને, સોનાના દાગીના પવિત્ર કરવા પડશે તેમ કહી, છેતરપીંડીથી સોનાર્ની બંગડી, સોનાની બુટી, સોનાની વીંટી, મોબાઇલ ફોન, તથા રોકડ રકમ એક થેલીમાં મુકાવી, જે સોનાના દાગીનાની થેલી લઇ નાશી ગયેલ. આ અંગે ખરાઇ કરતાં રાજકોટ તાલુકા પો.સ્ટે, ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૩૨૨૧૦૮૪/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૧૬, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ છે. (૩) આજથી આશરે છ- સાત દિવસ પહેલા ભાવનગરમાં એક મહિલાની નજર ચુકવી, સોનાના સરની ચોરી કરેલ. આ અંગે ખરાઇ કરતાં, ભાવનગર ગંગાજળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૨૧૩૪૧ ૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ છે. (૪) આશરે પંદરેક દિવસ પહેલા પોરબંદર, શાકમાર્કેટ પાસે એક મહિલાને કુળદેવીના દર્શન કરાવવાના બહાને

તેના સોનાનો ચેઇન, બુટી, સર છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી લઇ લીધેલ, જે અંગે ખરાઇ કરતાં પોરબંદર

પો.સ્ટે. ૧૧૨૧૮૦૦૯૨૨૦૬૩૧/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૧૭, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુનો રજી થયેલ છે.

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-

પકડાયેલ ઇસમોની વિરૂધ્ધમાં નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

(૧) કલોલ શહેર પો.સટે. ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૦૬૩૨/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ.

(૨) ગોધરા શહેર પો.સ્ટે. ગુ.ર.નં. ૯૨૫/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ.

(૩) વરણામા પો.સ્ટે. વડોદરા શહેર ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૪૨૧૦૧૮૪/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦,

૧૨૦બી મુજબ.

(૪) નવેમ્બર/૨૦૨૨માં અમદાવાદ પાલડી, બાદશાહ ડેરી પાસે ૪૦ થી ૫૦ વર્ષના વૃધ્ધ પાસેથી સોનાની વીટી પડાવી લીધેલ હતી.

(૫) નવેમ્બર ૨૦૨૨ માં અમદાવાદ, ગોતા, વંદેમાતરમ રોડ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ૪૫ વર્ષની મહિલા પાસેથી સોનાની ચેઇન પડાવી લીધેલ હતી.

(૬) નવેમ્બર/૨૦૨૨ માં અમદાવાદ, નારોલ, મનોકામના, ટેનામેન્ટ નજીક મુખીની વાડી પાર્ટી પ્લોટની

બાજુમાં ૪૦ વરષના વૃધ્ધ પાસેથી સોનાની ચેઇન પડાવી લીધેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, બહાદુરભાઈ વાળા, પોપટભાઇ ટોટા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, યુ.હેડ કોન્સ. દયાબેન દસાણી તથા પો.કોન્સ. ગોકળભાઇ કળોતરા, ઉદયભાઇ મેણીયા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી, ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા, નિકુલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *