|
વિક્રમ સાખટ રાજુલા
યુવા કોળી સમાજ નાં પ્રદેશ મહામંત્રી એ શિક્ષણ મંત્રી ને પત્ર લખ્યો.
૨૮ માર્ચ થી ધોરણ ૧૦-૧૨ નાં વિદ્યાર્થીઓની બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ રહી છે. પરંતુ રાજુલા અને જાફરાબાદ તાલુકાના રિપીટર વિધાર્થીઓનાં પરીક્ષા કેન્દ્રો અમરેલી ખાતે ફાળવવામાં આવતા વિધાર્થીઓ દુવિધામાં મુકાયા છે. કારણકે કોરોના કાળમાં રાજુલા અને જાફરાબાદ તાલુકા માંથી અમરેલી જતી બસો પણ ઘટાડી છે તેનાં કારણે વિધાર્થીઓમાં મુશ્કેલીઓમાં મુકાયા છે. ત્યારે યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ મહામંત્રી અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા શિક્ષણ મંત્રી ને રજૂઆત કરી હતી કે અમરેલી જિલ્લા નાં રાજુલા અને જાફરાબાદ તાલુકાના ધોરણ ૧૨ ની રિપીટર તરીકે પરીક્ષા આપી રહેલા વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રો અમરેલી ખાતે ફાળવવામાં આવેલ છે. તેનાં કારણે આ વિધાર્થીની ઓને ઉનાળાની કાળઝાળ ગરમી અને પરીક્ષા ની ચિંતા વચ્ચે ૬-૭ કલાક જેવો સમય મુસાફરીમાં જતો રહેશે. જેની અસર તેના પેપરો પર પણ પડશે. આથી આવાં વિધાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવે તેવી માંગ સાથે પત્ર લખ્યો હતો. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓની વેદના સમજવા આવે છે કે નહીં એ આવનારો સમય જ બતાવશે.