|
ગિરગઢડા
ભરત ગંગદેવ
આઝાદીના 75 માં અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે આજરોજ રાજુલા ખાતે હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ જુસબ ભાઈ ભોખીયા ની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય ત્રિરંગા સાથે પદ યાત્રા યોજાયી હતી.જેમાં મોટી સંખ્યા માં યુવકો,તથા બાળકો,હાથ માં ત્રિરંગા સાથે ઉત્સાહ ભેર ત્રિરંગા યાત્રા માં જોડાયા હતા જેમા બપોર પછી 4:00 ના સુમારે નીકળેલી ત્રિરંગા યાત્રા નું રાજુલા શહેર માં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રા માં જોડાયેલા તમામ ના હાથ માં રાષ્ટ્ર ધ્વજ સાથે નીકળેલી યાત્રા એ રાજુલા શહેર માં ભારે આકર્ષણ જમાવ્યું હતું.તેમજ વંદેમાંતરમ તથા ભારત માતા કી જય ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જેમાં રાજુલા ના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરેલું જેમાં સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ જુસબભાઈ ભોખીયા રિઝવાનભાઈ ડેસર તેમજ ઇરફાનભાઇ ગોરી તેમજ ગામના તમામ આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area
|
|
|


