Gujarat

*રાજુલા તથા મરીન પીપાવાવ પો.સ્ટે. વિસ્તારમાં ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર ત્રણ ઇસમોને બેટરી નંગ-૯, કિં.રૂ.૩૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

*ગુનાઓની વિગત*
(૧) ગઇ તા.૧૫/૦૬/૨૦૨૨ ના કલાક ૧૪/૩૦ થી તા.૨૨/૦૬/૨૦૨૨ ના કલાક ૧૦/૦૦ દરમિયાન રાજુલા પો.સ્ટે.ના હીંડોરણા ચોકડીથી મહુવા રોડ પર આવેલ હીરામણી કોમ્પ્લેકસ પાસે આવેલ પાર્કિંગમાં રહેલ ટ્રક રજી.નંબર GJ-14-7-4695 માંથી કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ૯૦ એમ્પિયરની બે બેટરી, કિં.રૂ.૧૨,૪૦૦/- ની કિંમતની ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૨૦૫૪/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ.
(ર) ગઇ તા.૨૬/૦૬/૨૦૨ ના કલાક ૧૮/૦૦ થી તા.૦૨/૦૭/૨૦૨૨ ના કલાક ૧૦/૩૦ વાગ્યા દરમિયાન મરીન પીપાવાવ પો.સ્ટે.ના કોવાયા રોડ પાવર પ્લાન્ટ ગેઇટ બાજુમાં આવેલ વાડીની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ટ્રેલર રજી નં. GJ-16-X-9541 તથા રજી નં. GJ-16-X-9543 માંથી કોઇ અજાણ્યા ચોર ઇસમોએ કુલ ૪ બેટરી, કિં.રૂ.૧૬,૦૦૦/- ની કિંમતની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે મરીન પીપાવાવ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૨૦૨૮૨૪૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ગઇ કાલ તા.૦૪/૦૭/૨૦૨૨ નાં રોજ મળેલ ચોક્કસ બાતમી આધારે રાજુલા, ચારનાળા ચોકડી પાસે રોડ ઉપરથી ત્રણ ઇસમોને ઉપરોક્ત બંને ચોરીમાં ગયેલ બેટરી નંગ-ર સાથે પકડી પાડેલ અને તેઓની પુછપરછ દરમિયાન ચોરીનો વધુ મુદ્દામાલ તેઓએ સંતાડેલ હોવાની શંકા જતાં, ચોરીનો અન્ય મુદ્દામાલ પકડાયેલ ઇસમોના રહેણાંક મકાને હોવાની શંકા આધારે પકડાયેલ ઇસમોને સાથે રાખી, તેમના રહેણાંક મકાને તપાસ કરતાં ચોરીની અન્ય ૭ બેટરી મળી આવેલ હતી. પકડાયેલ ઇસમો અને ચોરીનો મુદ્દામાલ વધુ તપાસ થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) મનુભાઇ નાથાભાઇ મકવાણા, ઉ.વ.૨૮, રહે.લોઠપુર, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
(ર) મુકેશભાઇ ટપુભાઇ સોલંકી, ઉં.વ.૨૧, રહે.લોઠપુર, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(૩) લાલજીભાઇ ચોથાભાઇ સોલંકી, ઉ.વ ૩૧, રહે.લોઠપુર, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
*પકડાયેલ મુદ્દામાલ*
વાહનોમાં ઉપયોગમાં લેવાતી અલગ અલગ કંપનીઓની બેટરી નંગ-૯, કિં.રૂ.૩૮,૨૦૦/- નો મુદ્દામાલ.
*પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ*
*આરોપી નં. (૧) મનુભાઇ નાથાભાઇ મકવાણા વિરૂધ્ધ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.*
(૧) જાફરાબાદ ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૨।૨૦૧૪, જુગાર ધારા કલમ ૧૨
(ર) જાફરાબાદ ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૦૬/૨૦૧૫, જુગાર ધારા કલમ ૧૨
(૩) નાગેશ્રી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૫, આઇ.પી.સી. કલમ ૩૬૫, ૩૯૪, ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫
(૪) જાફરાબાદ ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૨૦૩૧૪, પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી.
*આરોપી નં. (૩) લાલજીભાઇ ચોથાભાઇ સોલંકી વિરૂધ્ધ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.*
(૧) જાફરાબાદ ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૨૭/૨૦૧૭, જુગાર ધારા કલમ ૧૨
(ર) જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૦૧૬૨૨, મોટર વ્હિકલ એક્ટ કલમ ૧૮૫
(૩) જાફરાબાદ ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૧૦૧૩૯, પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી.
(૪) નાગેશ્રી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૫, આઇ.પી.સી. કલમ ૩૬૫, ૩૯૪, ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫
(૫) ગીર સોમનાથ કોડીનાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૨૦૩૭૨/૨૦૨૦, મોટર વ્હિકલ એક્ટ કલમ ૧૮૫
(૬) સુરત શહેર ડુમ્મસ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૬૨૦૦૫૫/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭ મોટર વ્હિકલ એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોટોર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220705-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *