મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ ભાવનગરની કચેરી તરફથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની તેમજ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદેશ્યથી તા.૦૮/૦૩/૨૨ થી તા.૧૪/૦૩/૨૨ સુધી સ્પે.પ્રોહીબિશન-જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુંસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાં સઘન પેટ્રોલીંગ રાખવા તેમજ સફળ રેઇડો કરી દારૂ/જુગારની બદીને ડામવાં કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા લોકરક્ષક ધનશ્યામભાઇ હસમુખભાઇ તથા લોકરક્ષક ભરતસિંહ લાખાભાઇ તથા વુમન પો.કોન્સ દયાબેન રામજીભાઇ નાઓએ રાજુલા બીડી કામદાર રામદેવપીર મંદિરની સામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમતા બે પુરૂષ તથા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમોને રોકડા રૂ.૧૧,૭૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*જુગાર રમતા પકડાયેલ**આરોપીઓ:–*
(૧) મંગળુભાઇ મધુભાઇ ધાખડા ઉ.વ.૪૫ ધંધો.મજુરી (૨) ચોથાભાઇ રણછોડભાઇ ગુજરીયા ઉ.વ.૪૦ ધંધો.મજુરી (૩) ગીતાબેન વા/ઓ રામજીભાઇ ભગુભાઇ બોરીચા ઉ.વ.૩૫ ધંધો.મજુરી (૪) સવિતાબેન ઉર્ફે ’’સવી’’ વા/ઓ ભાણાભાઇ સામતભાઇ ગુજરીયા ઉ.વ.૪૦ ધંધો.મજુરી (૫) દેવુબેન વા/ઓ સાજણભાઇ રૂખડભાઇ ગુજરીયા ઉ.વ.૬૦ ધંધો.મજુરી રહે.તમામ રાજુલા જી.અમરેલી
આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સા.કુંડલા વિભાગ સા.કુંડલાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. ઙી.વી.પ્રસાદ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


