ગાંધીનગર દ્વારા સંચાલિત રાજ્યમાં આવેલ એકલવ્ય મોડેલ શાળાઓમાં ધોરણ 6મા પ્રવેશ માટે આજે રાજ્યભરમાં પ્રવેશ પરીક્ષા યોજાઈ, જેમાં છોટાઉદેપુર જિલ્લાની 6 મોડેલ શાળા મા પ્રવેશ માટે 5 કેન્દ્ર ઉપર આજે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું,
વિઓ: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ ,સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલીત રાજ્યની એકલવ્ય મોડેલ રેસિડનશિયલ શાળાઓ કેજયા વિદ્યાર્થીઓને નિઃ શુલ્ક રહેવા જમવા સહિતની ઉત્તમ સુવિધાઓ સાથે ગુવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે,ત્યારે આવી મોડેલ શાળાઓમાં ધોરણ 6 મા પ્રવેશ મેળવવા માંગતા આદિજાતિ સહિતના વિદ્યાર્થીઓ માટે આજે રાજ્યભરમાં પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી ,ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામા પ્રાયોજના વિભાગ અને PPP મોડેલ અંતર્ગત ચાલતી 6 શાળાઓની શાળા દીઠ 60 બેઠકો મળી કુલ 360 બેઠકો માટે આજે 5 કેન્દ્ર ઉપર પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી,જેમાં કુલ 2229 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 2063 એટલેકે લગભગ 93 % વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી,પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મેરીટના આધારે ચોઇસ પ્રમાણે રાજ્યની કોઈપણ મોડેલ શાળામાં પ્રવેશ મેળવી શકશે,ઉપરાંત રાજ્યની શહેરી વિસ્તારની મોટી ખાનગી શાળાઓમાં શ્રેષ્ઠ અને અતિ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ માટે અનામત રખાયેલ10 ટકા બેઠકો ને લઈ ખાનગી શાળામાં પણ તેઓને પ્રવેશ મળી શકશે અને ત્યાં આ વિદ્યાર્થીઓ મફતમાં અભ્યાસ કરી શકશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર