મંત્રીશ્રી મંદિરોના દર્શનાર્થે તથા સંતોના આશીર્વાદ અર્થે મુલાકાત, કલેકટર કચેરી ખાતે બેઠકમાં હાજરી તેમજ જામનગરના પ્રેસ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાની મુલાકાત લેશે
જામનગર તા.૧૬ ડિસેમ્બર, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના નવા મંત્રીમંડળમાં પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત આવતીકાલથી બે દિવસ સુધી તા.૧૭ અને તા.૧૮ ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે.
મંત્રીશ્રી આવતીકાલે સવારે ૭:૩૦ કલાકે ભાદરા ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે જશે. ત્યારબાદ ૮:૦૦ કલાકે નથુવડલા ખાતે માલધારીના ઘેટાના આકસ્મિક મૃત્યુ અન્વયે સહાય ચૂકવશે. સવારે ૯:૩૦ કલાકથી પ્રણામી મંદિર, આણદાબાવા આશ્રમ, શ્રી સ્વામિનારાયણ મંદિર બેડી રોડ, હવેલી, શ્રી સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ) ખંભાળિયા રોડ, શ્રી સ્વામી નારાયણ મંદિર એરપોર્ટ પાસે દર્શનાર્થે તથા સંતોના આશીર્વાદ અર્થે મુલાકાત લેશે. મંત્રીશ્રી બપોરે ૩:૦૦ કલાકે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના વહીવટી અધિકારીશ્રીઓ સાથે બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ જામનગર ખાતેના પ્રેસ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાની મુલાકાત અર્થે જશે.
તા.૧૭ના રોજ સવારે ૮:૦૦ કલાકે મંત્રીશ્રી ધ્રોલ લેઉઆ પટેલ સમાજ કન્યા છાત્રાલયની મુલાકાતે તેમજ સવારે ૧૦:૦૦ કલાકે મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરે સન્માન સમારંભ કાર્યક્રમમાં હાજરી આપશે.
