ગાંધીનગર
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીના હોદ્દા પરથી તેમજ મંત્રી મંડળના સાથી સદસ્યોના રાજીનામાનો પત્ર રાજભવન ખાતે સુપ્રત કર્યો હતો. જેનો રાજ્યપાલશ્રી એ સ્વીકાર કર્યો હતો અને અન્ય વ્યવસ્થા સ્થાપિત ન થાય ત્યાં સુધી તેમને રાજ્યના મુખ્યમંત્રી તરીકે મંત્રીમંડળના સદસ્યો સાથે કાર્યભાર સંભાળવા આગ્રહ કર્યો હતો.


