Gujarat

 રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર નગરમાં પણ આજે સતત 7માં વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી.

જગન્નાથપુરી ની સાથે દેશ અને રાજ્યભરમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય  રથયાત્રા નીકળી છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર નગરમાં પણ સતત આજે 7 મા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું,લાયબ્રેરી રોડ સ્થિત રણછોડરાયજીના મંદિરેથી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા,છોટાઉદેપુર નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, યાત્રા ઉપર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી,ભક્તો માટે ઠેર ઠેર વિવિધ મંડળો દ્વારા ઠંડા પીણા ,ચા નાસ્તાની અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, નગરચર્યા બાદ મહાપ્રસાદીનું પણ  આયોજન કરવામાં આવ્યુ છે,રથયાત્રા ને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220701-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *