Gujarat

રાજ્યભરના સરકારી વકિલો જીએનએલયુમાં ગુનેગારોને કડક સજા માટે પાઠ ભણશે

ગાંધીનગર
રાજયમાં કન્વીક્શન રેટમાં સુધારો થાય તે માટે આ કચેરી દ્વારા પોલીસ ઈન્વેસ્ટીગેશન તેમજ કોર્ટ પ્રોસીંડીગની કામગીરીની દેખરેખ રાખવી અને જરૂરી સલાહ સુચનો આપવાની કામગીરી કરે છે. આ કાર્યક્રમમાં રાજયના તમામ મદદનીશ સરકારી વકીલો ઉપરાંત રાજયના કાયદા સચિવ પી.એમ.રાવલ, ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ તથા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડાયરેકટર ડો. એસશાંથા કુમાર પણ ખાસ ઉપસ્થિત રહેશે.રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે તા.૧૨ જુનના ‘કન્વીકશન રેટઃ સરકારી વકીલની ભુમિકા’ વિષયક એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈન્ચાર્જ ડાયરેકર જગરૂપ સિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે તા.૧૨ જુનના ‘કન્વીકશન રેટઃ સરકારી વકીલની ભુમિકા’ વિષયક એક દિવસીય પરિસંવાદ યોજાશે. જેની અધ્યક્ષતા રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કરશે. રાજ્યમાં ફોજદારી કોર્ટોમાં ચાલતા કેસોમાં ગુનેગારોને કડક સજા થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરણાથી રાજયના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના પ્રયત્નોથી રાજયના લગભગ ૬૧૩ તાલુકા કોર્ટોમાં ફરજ બજાવતા સરકારી વકીલો માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પોલીસ ઈન્વેસ્ટીગેશન તથા ફોજદારી કોર્ટોમાં ચાલતા કેસોની ગુણવતામાં સુધારો થાય તથા રાજયમાં કન્વીકશન રેટમાં વધારો થાય તે માટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫ (એ) મુજબ રાજય સરકારે ૨૦૧૯ ના વર્ષમાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશનની કચેરી કાર્યરત કરાઈ છે. તથા તે માટેના ગુજરાત રાજય પ્રોસીકયુશન નિયમો ૨૦૨૦ અમલમાં મુકવામાં આવ્યાં છે.

Gujarat-National-Law-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *