Gujarat

રાજ્યભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને આંગણવાડીના બાળકો ના પ્રવેશ નું ખાંભા તાલુકામાં બાળકો અને ભૂલકાઓને પ્રવેશ આપી સમાપન કરાયું

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
ગુજરાત રાજ્યમાં તારીખ 23/24/25-06-2022 શાળા પ્રવેશોત્સવ અને આંગણવાડીઓમાં ભૂલકાઓને પ્રવેશ કાર્યક્રમમાં ખાંભા તાલુકામાં 57 ગામોની 63 સરકારી શાળાઓમાં 552 કુમાર અને 560 કન્યાઓ એમ કુલ ૧૧ 152 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સાથે ગત સાલ ધોરણ એક થી આઠના એક થી ત્રણ નંબરે પાસ થયેલ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને સ્કુલ બેગ આપી સન્માનિત કરવામાં આવેલ
તેમજ ખાંભા તાલુકાની ૧૦૫ આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓને કીટ સાથે વિવિધ ગામોમાં વોટર બેગ સહિતની ચીજવસ્તુઓ આપી કુમાર 286 કન્યા 280 કુલ 566 ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવે
કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ રૂટ અધિકારીઓ  બી એસ મિસ્ત્રી – મહેસુલ મંત્રી કાર્યાલય ગાંધીનગર અરવિંદભાઈ ચાવડા જિલ્લા પંચાયત સભ્ય  – એન એચ રામ મામલતદાર  ખાંભા – ઝેડ કે ગોરી TDO ખાંભા – કાળુભાઈ કંડોળીયા ચેરમેન સિંચાઈ જિલ્લા પંચાયત અમરેલી- જે .પી. પ્રિન્સિપાલ iti ખાંભા – સીડી રાઠવા મહેસૂલી અધિકારી જિલ્લા પંચાયત અમરેલી – એચ.પી. પુરોહિત કાર્યપાલક ઇજનેર માર્ગ-મકાન પંચાયત ફરજ બજાવેલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ત્રિ દિવસીય કાર્યક્રમમાં તમામ ગામોના સરપંચ  ઓ સ્થાનિક પદાધિકારીઓ શાળાના તમામ સાથે ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમોને સફળ બનાવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *