અમદાવાદ
આજથી રાજ્યમાં ૩થી ૯ જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-૧૯ને કોરોના વેક્સિન અપાશે. શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થીના રસીકરણ માટે અલગ-અલગ સેશન ગોઠવાશે. શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે. રાજ્યમાં કુલ આશરે ૩૫ લાખથી ૩૬ લાખ બાળકોને રસી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અમદાવાદના જ અઢી લાખ જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવશે. જે કિશોર પાસે કોઇપણ ઓળખપત્ર ન હોય, તેમને મોબાઇલ નંબરથી નોંધણી કરીને રસી આપવામાં આવશેપકિશોર તેમના માતા-પિતાના મોબાઇલ નંબરના આધારે પણ રસી માટે નોંધણી કરાવી શકે છે.. મિત્ર કે શાળાના આચાર્યના નંબરથી પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકશે. શાળામાંથી વેક્સિન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું શાળામાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના ૩-૪ રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલાં ર્ઝ્રઉૈંદ્ગ એપ પર જાઓ. ત્યારબાદ તરૂણનું નામ ઉંમર સહિતની માહિતી લખો. તમારા રહેણાંક વિસ્તારનો પિનકોડ નાખો. રસીકરણ સેન્ટરના લીસ્ટમાંથી કેન્દ્રની પસંદગી કરો. ત્યારાબાદ વેક્સિનેશનની તારીખ, સમય અને વેક્સિનને સિલેક્ટ કરો. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મોબાઇલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ તમેનક્કી કરેલી તારીખે સેન્ટર પર જઈ વેક્સિનેશન કરાવી શકશે. ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી નોંધણી કરી શકાશે. પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ બીજાે ડોઝ લઈ શકાશે. વિદ્યાર્થી પોતાના સ્કૂલ આઇડીનો પણ ૈંડ્ઢ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે.
