ગિરગઢડા
ભરત ગંગદેવ
રાજ્ય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ, ગાંધીનગર દ્વારા પાંચ ઝોન ખાતે આગામી ૦૪ જૂન ના રોજ બપોરના ૧૨:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધી પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં ગીરસોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જીલ્લા ના પેન્શનરો એ એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ સેમીનાર હોલ, હેમ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે પેન્શનર લોક અદાલત યોજાશે.
આ અદાલતમાં પોતાનો પ્રશ્ન રજુ કરવા માટે
પેન્શનરોએ જે જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતા હોય તે જિલ્લા તિજોરી પેન્શન ચુકવણાં કચેરી, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gv.in અને https://datgujarat.gov.in ની વેબસાક્ટ પરથી અરજીનું નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમાં જરૂરી વિગતો ભરીને તા:૦૫/૦૫/૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નં.-૧૭ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર” ને મોકલી આપવાની રહેશે. પેન્શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઇ ગુગલફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમ્મુ કરાવી શકાશે.
