રાજ્ય સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના કિશોરોને કોવિડ વેક્સિન આપવાનો નિર્ણય કરાયો છે જે અન્વયે જામનગર શહેરની શ્રી આણદાબાવા સેવા સંસ્થા દ્વારા સંચાલિત શ્રી આણદાબાવા વેદાંત સંસ્કૃત મહાવિદ્યાલય ધોરીવાવ ખાતે સંસ્થામાં અભ્યાસ કરતાં 100 જેટલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપી કોરોનાથી રક્ષિત કરાયા હતા. આ પ્રસંગે પ્રધાનાચાર્ય શ્રી ડો.ગૌરીશંકર જોશી તથા સ્ટાફ ઉપસ્થિત રહેલ.


