4 શખ્સે સશસ્ત્ર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધાઈ
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામે માલઢોર દોડાવવાનાં બદલે શાંતિથી લેવાનું રત્નકલાકારે કહેતા ચાર શખ્સોએ ઉશ્કેરાઈ સશસ્ત્ર યુવક ઉપર હુમલો કરી ઈજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી હતી.રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામે રહેતા અને હીરા ઘસવાનો વ્યવસાય કરતા ભાવિનભાઈ રાજેશભાઈ બળોલીયા તા. 16/2/22 નાં રોજ સાંજે 10 કલાકે ગઢીયા ગામેથી રીક્ષામાં ઘઉં લઇ પરત આવતો હતો ત્યારે અણીયાળી કસ્બાતી જતા નાનાઢાળ અને કેનાલની વચ્ચે પહોચતા કિરણભાઈ માંધાભાઈ બળોલિયા, બાદલભાઈ માધાભાઈ બળોલીયા, લાખાભાઈ ગોરધનભાઈ બળોલિયા અને રાહુલભાઈ નાગરભાઈ બળોલીયા લાકડી લઇ રખડા ઢોર દોડાવતા હતા જે બધા ઢોર રીક્ષા સામે આવતા ભાવિનભાઈએ ઢોર શાંતિથી લઇ જવો નહિતર મારી રીક્ષાને નુકશાન થશે તેવું કહેતા આ ચારેય લોકો અપશબ્દો બોલી ઉશ્કેરાઈ જઈ લાકડી વડે આડેધડ માર મારી ઈજા પહોચાડી હતી અને આજે તું બચી ગયો છે હવે સામે આવીશ તો જીવતો રહેવા દેવાનો નથી તેમ કહી ધમકી આપી હતી.આ બનાવ અંગે ભાવિનભાઈ રાજેશભાઈ બળોલીયાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે…