બોટાદ
રાણપુર તાલુકાના ઉમરાળા ગામે જુગાર રમતા ૪ ઈસમોને રૂ.૨૪૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ રાણપુર પોલીસ સ્ટાફના માણસો તા.૩/૧૧/૨૨ ના રોજ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાણપુર પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રાજુભાઈ ધીરૂભાઈ ઝાપડીયાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમે છે. ત્યારે રાણપુર પોલીસ સ્ટાફના માણસોએ બાતમી વાળા સ્થળને કોર્ડન કરી રેડ પાડતા જુગાર રમતા વિજય ઈશ્વરભાઈ શેખ, રાજેશ ધીરૂભાઈ ઝાપડીયા, મુન્ના જેરામભાઈ બાવળીયા અને ભરત વાલજીભાઈ બાવળીયા રહે તમામ ઉમરાળા તા.રાણપુર ને રૂ.૨૪૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી તમામ વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની તપાસ અશોકભાઈ ઝાપડીયા ચલાવી રહ્યા છે પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
