બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર રાણપુર તાલુકાના કુંડલી ગામે રાણપુર PGVCL ના ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારા,રવિરાજસિંહ ચુડાસમા,લાલભાઈ બામણીયા,ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ રહેવર લાઈટની ટેલીફોનિક ફરીયાદ નું રીપેરીંગ માટે કુંડલી ગામે ગયા હતા અને બાપાસીતારામ મઢુલીની સામે શેરીમાં રીપેરીંગ કરી રહ્યા હતા.ત્યા સંજયભાઈ કરશનભાઈ ચૌહાણ આવેલ અને કહેલ કે તમારૂ કામ પછી કરો પહેલા મારા ઘરની બહાર આવેલ પતરા ઉપરથી તમારો લાઈટનો કાળો કેબલ ઉંચો લો જેથી PGVCL કર્મચારીએ કહેલ કે અમારી કામ પુરૂ થઈ જાય પછી મારા સાહેબને વાત કરી તમારૂ કામ કરી આપીશુ એમ કહેતા સંજયભાઈ ઉશ્કેરાઈ ને અપશબ્દો બોલવા લાગેલ એ દરમ્યાન મુનાભાઈ કાળુભાઈ ચૌહાણ આવી ગયેલ અને કહેલ કે કેમ અમારૂ કામ નથી કરતા તેવુ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધી વધુ તપાસ રાણપુર પોલીસ ચલાવી રહી છે…
