રાણપુર પોલીસની સંવેદના
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધોળાપુલ પાસે બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક ગંભીરરીતે ઈજા પહોચતા પોલીસે પોલીસ વાનમાં બેસાડી ઈજાગ્રસ્ત ને હોસ્પિટલ લઈ જઈ માનવતા દેખાડી હતી.
આ ઘટના અંગે મળતી માહીતી મુજબ રાણપુર શહેરમાં આવેલ ધોળાપુલ પાસે બાઈક ચાલક ને રોડ ઉપર કુતરૂ આડુ ઉતરતા બાઈક ચાલક નો અકસ્માત સર્જાયો હતો બાઈક ઉપર સવાર બે લોકોમાંથી એક યુવક ને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો.લોકોએ 108 એમબ્યુલન્સ ને ફોન કરેલ પણ એમબ્યુલન્સ અન્ય જગ્યાએ સેવામાં ગઈ હોવાથી એમબ્યુલન્સ ને વાર લાગે તેમ હોય ત્યારે તે સમયે ત્યાથી રાણપુર પોલીસ ની ગાડી પસાર થતા પોલીસ કર્મીઓને અકસ્માત ની ખબર પડી અને ઈજાગ્રસ્ત ને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી એટલે પોલીસ કર્મી કાનજીભાઈ,મનિશભાઈ,વનરાજભાઈ એ તરત ઈજાગ્રસ્ત બંને જણ ને પોલીસવાન માં બેસાડી રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોચાડી તાત્કાલિક સારવાર અપાવી હતી.રાણપુર પોલીસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ને પોતાની સરકારી પોલીસવાન ગાડી માં બેસાડી હોસ્પિટલ લઈ જઈ માનવતા ભર્યુ ઉત્તમ કામ કરતા લોકોએ રાણપુર પોલીસની ભારોભાર પ્રસંસા કરી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

