Gujarat

રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ ખાતે ટી.ડી.ઓ.,શિક્ષણાધિકારી સહીતનાએ સામૂહિક ખાદી ખરીદી કરી…

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ દેશભર માં પ્રખ્યાત એવા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતેથી રાણપુર તાલુકા વિકાસ અધિકારી,તાલુકા શિક્ષણાધિકારી સહીતના અધિકારીઓને સામૂહિક ખાદી ખરીદી કરી હતી.જેમાં રાણપુર તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા,રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ લિંબોલા,રાણપુર તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કેશુભાઈ જોગરાણા,રાણપુર તાલુકા શૈક્ષિક મહાસંઘ મહામંત્રી પ્રભાતસિંહ સોલંકી,રાણપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,કેતનસિંહ પરમાર સહીતના એ સામૂહિક ખાદી ખરીદી કરી દરેક લોકોને ખાદી ખરીદી કરવાની પ્રેરણા આપી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221015-WA0159.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *