ગુજરાતમાં દુધ બંધના એલાનને લઈને
દુધ નહી વેંચી રામાપીરના મંદીરે માલધારી સમાજ દ્વારા પ્રસાદી નું આયોજન કર્યુ..
આજરોજ તા.૨૧-૯-૨૦૨૨ ના રોજ ગુજરાતમાં દુધ બંધના એલાન ને લઈ ને બોટાદ જીલ્લાના રાણપુરમાં માલધારી સમાજ દ્વારા દુધ નહી વેંચી ને વિરોધ નોધાવ્યો હતો.રાણપુરમાં ડેરીઓ ઉપર દુધ નહી મળતા લોકો દુધ માટે વલખા મારતા નજરે પડ્યા હતા તો બીજી બાજુ રાણપુર માલધારી સમાજે રામાપીર ના મંદીરે પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં માલધારી સમાજ નુ તમામ દુધ ભેગુ કરીને રામાપીર ની પ્રસાદી કરીને તમામ નૈહડા નું સામૂહિક જમણવાર નુ આયોજન કર્યુ હતુ…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર
Attachments area


