Gujarat

રાણપુરમાં મુખ્ય કુમાર શાળામાં વિવિધ સ્પર્ધા યોજાઈ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અન્વયે તેમજ બોટાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધારાબેન પટેલના માર્ગદર્શન અનુસાર તારીખ ૧૯/૨/૨૦૨૨ ના રોજ મુખ્ય કુમાર શાળા રાણપુર ખાતે કેન્દ્રવર્તી કક્ષાની ચિત્ર ,ગીત,વકતૃત્વ,નૃત્ય સ્પર્ધા યોજાઈ.જેમાં રાણપુર કેન્દ્રવર્તી ની ૭ પેટાશાળા ના કુલ ૪૬ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં રૂ.અ.શેઠ કન્યા શાળા , ગીત અને વકતૃત્વ સ્પર્ધામાં ધારપીપળા પ્રા શાળા , નૃત્ય સ્પર્ધામાં મુખ્ય કુમાર શાળાના બાળકો પ્રથમ નંબરે રહ્યા હતાં .કાર્યક્રમમાં બાળકોના નાસ્તા અને પ્રોત્સાહક ઇનામની વ્યવસ્થા શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલ અને સી.આર.સી. વિજયભાઈ કાણોતરા દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220219-WA0298.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *