Gujarat

રાણપુરમાં સનસાઈન સ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

કલા મહાકુંભ માં તાલુકાની 15 શાળાના 400 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો..
બોટાદ જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી બોટાદ દ્વારા સંચાલિત રાણપુર તાલુકા કક્ષા નો કલા મહાકુંભ ગીતાંજલી કેમ્પસ સંચાલિત સનસાઇન ગુજરાતી/અંગ્રેજી માધ્યમ શાળા ખાતે યોજાયો. રાણપુર તાલુકા કક્ષાનો કલામહાકુંભ-2022/23 યોજાયો હતો.જેમાં રાણપુર તાલુકાની અલગ-અલગ 15થી વધારે શાળાના 400 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 14 જેટલી કૃતિઓમાં વિદ્યાર્થીઓ દ્વારા નંબર મેળવીને રાણપુર તાલુકાનું પ્રતિનિધિત્વ જિલ્લા કક્ષાએ ભાગ લઈને રાણપુર તાલુકાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલક વલ્લભભાઈ ધરજીયા તેમજ રાણપુર તાલુકાના કન્વીનર ઘનશ્યામભાઈ મેર અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલું હતું..
તસવીરઃવિપુલ લુહાર

IMG-20220901-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *