Gujarat

રાણપુર ગ્રામ પંચાયત દ્વારા મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી…

સરપંચ,તલાટી,સભ્યો સહીત ગ્રામજનો હાજર રહી મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે મૌન પાળી શ્રધાંજલી પાઠવી..
મોરબી મચ્છુ નદી ઉપર જુલતા પુલ ની દુર્ઘટનામાં કેટલાય લોકો ના મોત થયા છે.કોઈ એ ભાઈ ગુમાવ્યો છે,કોઈ બહેન ગુમાવી છે તો કોઈએ માતા ગુમાવી છે તો કોઈ એ પિતાની છત્રછાયા ગુમાવી છે તો કોઈએ પતિ ગુમાવ્યો છે તો કોઈ એ પત્ની ગુમાવી છે તો કોઈએ માતા-પિતા એ પોતાના વ્હાલસોયા દિકરા ગુમાવ્યા છે આ મોરબી માં પુલ દુર્ઘટના ને લઈને ગુજરાત સહીત સમગ્ર દેશ શોક માં ગરકાવ થઈ ગયો છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા તારીખ-૨-૧૧-૨૦૨૨ ને બુધવાર ના રોજ સમગ્ર ગુજરાતમાં રાજ્ય વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હતો જેને લઈને બોટાદ જીલ્લાના રાણપુરમા ગ્રામ પંચાયત ખાતે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ,તલાટી,સભ્યો,કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં ગામલોકો આ શ્રધાંજલી કાર્યક્રમાં હાજર રહ્યા હતા.મૃતકોના આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાથના કરી બે મીનીટ મૌન પાળી મીણબત્તી પ્રગટાવી ભાવભીની શ્રધાંજલી આપી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221102-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *